[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

વડપ્રધાનને ‘નીચ’ કહેવા બદલ આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. ગોપાલ ઈટાલિયાનો એક જુનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ વડાપ્રધાન મોદીએ ‘નીચ’ કહી રહ્યા છે. જેને લઈને રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) મહિલાઓનું અપમાન થયું છે એવું કહી ગોપાલ ઈટાલિયા દિલ્હી પૂછપરછ માટે બોલાવ્યા હતા. આજે બપોરે તેઓ NCWની ઓફિસે હાજર થયા હતા. ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી હતી. નોંધનીય છે NCWના અધ્યક્ષ રેખા શર્મા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પર અપમાનજનક ટ્વીટ કરી ચુક્યા છે ત્યારે તેમના પર કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

ધરપકડ પહેલા ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય શું આપી શકે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી ડરતા નથી, મને નાંખી દો જેલમાં. તેમણે પોલીસને પણ બોલાવી છે. મને ધમકાવી રહ્યા છે.

ગોપાલ ઇટાલિયાના ટ્વિટ બાદ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને સવાલ કર્યો હતો કે, આખી બીજેપી ગોપાલ ઇટાલિયાની પાછળ કેમ પડી છે?

“>

 

આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહેતો વીડિયો અચાનક વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો.  વિડીયોમાં ગોપાલ ઈટાલીય એવું કહી રહ્યા છે કે આ ‘નીચ’ પ્રકારની વ્યક્તિ અહીં રોડ શો કરી રહી છે અને દેખાડી રહ્યા છે કે તેઓ દેશને કેવી રીતે ‘સી’ બનાવી રહ્યા છે. મારા કહેવાનો અર્થ તમે સમજી શકો છો.

આ ‘સી’ શબ્દને લઈને તેમને NCWએ નોટીસ પાઠવી હતી. આ વીડિયો ક્યારનો છે એ કન્ફર્મ નથી થયું, પરંતુ બે-ત્રણ વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે રાષ્ટ્રીય મહિલા પંચે (NCW)ના અધ્યક્ષ રેખા શર્મા મહાત્મા ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, જવાહરલાલ નહેરુ અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિષે અનેક વાંધાજનક ટ્વીટ કરી ચુક્યા છે. ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરે ટ્વીટર પર રેખા શર્માએ ડિલીટ કરી દીધેલા ટ્વીટ જાહેર કર્યા છે. ત્યારે ગોપાલ ઈટાલીયની ઘરપકડની યોગ્યતા પર સવાલ ઉઠી રહ્યા છે.

“>



[ad_2]

Google search engine