[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

[ad_1]

[responsivevoice_button voice=”Hindi Female”]

(તસવીર: ઉત્સવ વૈદ્ય)
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ભારતભરમાં એકમાત્ર સ્થળે દીપોત્સવી પર્વ દરમ્યાન યોજાતી ત્રણ દિવસની મંગળા આરતીનો બે વર્ષના કપરા કોરોનાકાળ બાદ આજે ધનતેરસના દિવસથી મંગળ પ્રારંભ થવા સાથે દીપોત્સવી પર્વની ઉજવણીનો ઉમંગભેર પ્રારંભ થયો છે.
ભુજના હાટકેશ્વર મહાદેવ, ધીંગેશ્ર્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, કલ્યાણેશ્ર્વર મહાદેવ અને સત્યનારાયણ મંદિરે વહેલી પરોઢિયે પાંચ વાગ્યાથી ક્રમશ: મંગળા આરતી યોજાય છે. ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીના દિવસે એમ ત્રણ દિવસ માટે યોજાતી આ મંગળા આરતી દરમ્યાન વહેલી પરોઢે પાંચ વાગ્યાથી જ રાજાશાહી જમાનાના જૂના ભુજ અને ધરતીકંપ બાદ અસ્તિત્વમાં આવેલા નવા ભુજના દૂર દૂરના વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે અને મોટી સંખ્યામાં લોકો પરોઢે પાંચ વાગ્યાથી ભુજની આ મંગળા આરતીમાં હાજર રહેવા મહાદેવ ગેઇટના ‘વિન્ટેજ’ વિસ્તારમાં એકઠા થાય છે.
વહેલી પરોઢિયે યોજાતી આ મંગળા આરતીનો પ્રારંભ નાગરોના ઇષ્ટદેવ જાજરમાન હાટકેશ્ર્વર મંદિરેથી થાય છે. મોટી સંખ્યામાં જ્ઞાતિજનો મંગળા આરતીમાં ઊમટ્યા હતા.કચ્છના જાણીતા ઢોલકવાદક કિશોર વ્યાસના નોબતવાદન વચ્ચે પૂજારી કનુભાઈ વ્યાસે ભાવપૂર્વક ભગવાન શંકર અને મા અંબાજીના મંદિરોમાં આરતી-પૂજન કર્યા હતાં. નોબતવાદન, ઘંટારવ અને આતશબાજી વચ્ચે યોજાતી આ મંગળા એક અલૌકિક માહોલ ખડો કરી રહી છે.
હાટકેશ્ર્વર મંદિરની મંગળા આરતી પૂર્ણ થયા બાદ લોકો કલ્યાણેશ્ર્વર મહાદેવના મંદિરે પહોંચે છે અને આ પ્રાચીન શિવ મંદિરમાં પણ મંગળા આરતી યોજાય છે. અહીંથી લોકો સત્યનારાયણના મંદિરે પહોંચે છે જ્યાં મંગળા આરતી યોજાયા બાદ હમીરસર તળાવના કાંઠે પરિવારો, બાળકો સાથે આતશબાજીનો આનંદ માણે છે. ભુજ જેવી મંગળા આરતી દેશમાં અન્ય કોઈ સ્થળે યોજાતી નથી.કચ્છ બહાર સ્થાયી થયેલા પરિવારો ભુજની મંગળા આરતીમાં ભાગ લેવા દેશ વિદેશથી ભાગ લેવા
આવે છે.
બીજી તરફ, વાઘબારસ અને ધનતેરસના દિવસે આજે ભુજની પ્રણાલીગત બજારોમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. ભુજના રોશનીથી શણગારેલા વાણિયાવાડ, તળાવ શેરી, મહેરઅલી ચોક અને દરબારગઢ વિસ્તારમાં રોનક વર્તાઈ રહી છે તો ધરતીકંપ બાદ નિર્માણ પામેલા છઠ્ઠીબારી રિંગરોડ, આશાપુરા રિંગરોડ અને અનમ રિંગરોડ પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. વેપારીઓએ આજે દિવાળીથી દિવાળી સુધીના ચોપડાઓની ખરીદી કરી હતી. આ વખતે પણ ચોપડાઓના ભાવોમાં ભારે વધારો થયો હોવાનું અનવર નોડેએ જણાવ્યું હતું.

Google search engine

[ad_2]

Google search engine

[ad_2]

Google search engine