[ad_1]

મુંબઈના મલાડ વિસ્તારની એક શાળામાં ભણાવતા શિક્ષકનો પગ લિફ્ટમાં ફસાઈ જવાને કારણે તેનું કરુણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. 26 વર્ષની મહિલા શિક્ષક જ્યારે લિફ્ટમાં પ્રવેશી રહી હતી ત્યારે તેનો એક પગ લિફ્ટની બહાર ફસાઈ ગયો હતો અને લિફ્ટ સાતમા માળે જવા લાગી હતી, જેને કારણે તે લિફ્ટ અને દિવાલ વચ્ચે ફસાઈ ગઈ હતી. તેણે બૂમો પાડતાં વિદ્યાર્થીઓ અને સ્કૂલ કર્મચારીઓ તાત્કાલિક મદદે દોડ્યા હતાં અને તેને લિફ્ટ કેબિનથી બહાર કાઢીને તાત્કાલિક લાઈફલાઈન હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
મળતી માહિતી અનુસાર આ મામલો સેંટ મેરી સ્કૂલનો છે અને મૃતકની ઓળખાણ 26 વર્ષની જેનેલ ફર્નાંડિઝ તરીકે થઈ હતી. સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી છે, પોલીસે હાલમાં આકસ્મિક મોતનો મામલો નોંધ્યો છે. લિફ્ટ ખરાબ હતી કે બેદરકારી હતી ? એ અંગે તપાસ કરવામાં આવશે, એવું સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું.
સ્કૂલ પ્રશાસને જણાવ્યું હતું કે આ ઘટના બપોરે બે વાગ્યાની આસપાસ બની હતી. જેનેલ છઠ્ઠા માળે ઊભી હતી અને તેને બીજા માળે જવાનું હતું, પરંતુ લિફ્ટમાં પ્રવેશ કરતી વખતે તેની સાથે આ દુર્ઘટના થઈ હતી.
Post Views:
277
[ad_2]