[ad_1]
શિવસેનાનું નામ અને ચૂંટણી ચિન્હ ધનુષ અને તીર ફ્રીઝ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે અને સીએમ એકનાથ શિંદે તરફથી સોમવારે ઈલેક્શન કમિશનને પોતાની પાર્ટી માટે નવું નામ અને ચૂંટણી ચિન્હ સોંપવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે ચૂંટણી આયોગે ધનુષ અને તીરના નિશાનને સીલ કરીને બંને જૂથોને પોતાની પાર્ટી માટે નવું નામ અને ચૂંટણી ચિન્હ માટે ત્રણ પર્યાય આપવા કહ્યું હતું. બંને જૂથો દ્વારા ચૂંટણી ચિન્હ અને નામ સબમિટ કરવામાં આવ્યા છે.
આ અંગે ઉદ્ધવ ઠાકરેના જૂથનું કહેવું છે કે ચૂંટણી આયોગે કોઈપણ સુનાવણી વગર પાર્ટીનું નામ અને સિમ્બોલ ફ્રીઝ કરવામાં આવ્યો છે, જે અયોગ્ય છે તેથી ચૂંટણી આયોગના નિર્ણયના વિરુદ્ધમાં દિલ્હી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ઉદ્ધવ જૂથના નેતા અને રાજ્યસભાના સભ્ય અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, ચૂંટણી આયોગે ચૂંટણી ચિન્હ અને નામ નક્કી કરવા માટે પૂરતો સમય અને અવસર આપ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈના અંધેરી ઈસ્ટ વિધાનસભાની સીટ પર થનારી પેટા ચૂંટણીને લઈને ચૂંટણી આયોગે પાર્ટીનું નામ અને તેના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવા પર રોક લગાવી છે.
અંધેરી ઈસ્ટ વિધાનસભા સીટથી રમેશ લટકે વિધાનસભ્ય હતાં, જેમનું ગયા વર્ષે 12 મેના રોજ હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. ત્યારબાદથી આ સીટ ખાલી હતી. ચૂંટણી આયોગે અંધેરી ઈસ્ટમાં ત્રીજી નવેમ્બરના ચૂંટણી કરવાનો આદેશ આપ્યો છે, જેના પરિણામ છ નવેમ્બરના જાહેર થશે.
[ad_2]