[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કર્યા બાદ અખિલ ભારતીય ઈમામ સંગઠનના પ્રમુખ ઉમર અહેમદ ઈલિયાસીએ તેમને રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રઋષિનું બિરુદ આપ્યું હતું.
દિલ્હીમાં ગુરુવારે એક મસ્જિદમાં ભાગવતે ઉમર અહેમદ ઈલિયાસીની મુલાકાત લીધી હતી, જે બાદ ઈલિયાસીએ જણાવ્યું હતું કે અમારા બધાનું માનવું છે કે રાષ્ટ્ર સર્વોપરિ છે. આપણું ડીએનએ એક જ છે ખાલી અલ્લાહની ઈબાદત કરવાના પ્રકાર અલગ છે.
નોંધનીય કે ભાગવત અને ઈલિયાસી વચ્ચે કસ્તુરબા ગાંધી માર્ગ મસ્જિદમાં બંધ બારણે એક કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી. બેઠકમાં ભારતીય સંઘના વરિષ્ઠ પદાધિકારી કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને ઈન્દ્રેશ કુમાર ઉપરસ્થિત હતાં. ઈલિયાસીએ કહ્યું હતું કે, ભાગવતને અમારા પિતાની પૂણ્યતિથિ નિમિત્તે આમંત્રિત કરવામાં આવ્યા હતાં અને તેઓ આવ્યા એ ખૂબ જ સારી વાત છે. દેશને એક સારો સંદેશ મળશે.
મોહન ભાગવતે મદરસાના બાળકો સાથે પણ મુલાકાત કરી હતી અને બાળકોને પૂછ્યું હતું કે તેઓ શું ભણી રહ્યા છે. આવું કદાચ પહેલી વાર બની રહ્યું છે કે ભાગવતે અચાનક કોઈ મદરસેની મુલાકાત લીધી હોય.
ભાગવતે બાળકેને પૂછ્યું કે મોટા થઈને શું બનવું છે ત્યારે તેમણે જવાબ આપ્યો ડોક્ટર-ઈન્જિનિયર. ત્યારે ભાગવતે કહ્યું કે ફક્ત ધર્મ વિશે ભણીને કેવી રીતે બનશો ત્યારે ઈલિયાસીએ કહ્યું હવે સંસ્કૃત પણ ભણાવવામાં આવશે, કારણ કે ગીતા એ જ્ઞાનનો ભંડાર છે.
મળતી માહિતી અનુસાર મોહન ભાગવતે બાળકો પાસેથી જય હિંદના નારા બોલાવ્યા હતાં.



Post Views:
9




[ad_2]

Google search engine