[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. આજે અંતિમ દિવસે તેઓ જામનગરના જામકંડોરણા પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિશાળ જળમેદનીને સંબોધિત કરી હતી. જે બાદ તેઓ અમદાવાદ જવા રવાના થશે.
તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, હું પહેલો વડાપ્રધાન છું, જે જામકંડોરણા આવ્યા હોય. જામકંડોરણામાં પહેલા ક્યારેય આવુ દ્રશ્ય જોવા મળ્યુ નહિ હોય. આ ભૂમિ પર આવું ત્યારે વિઠ્ઠલ રાદડિયાની યાદ જરૂર આવે. આજે બે યુગ પુરૂષના જન્મદિવસ છે. સામાજિક જીવનમાં હું પાપા પગલી કરતો ત્યારે જયપ્રકાશના ચરણસ્પર્શ કરવાનો મોકો મળ્યો હતો. નાનાજી દેશમુખ પણ મને પ્રેરણા આપે છે. જયપ્રકાશના નારાયણના પગલે ચાલવું એટલે લોઢાના ચણા ચાવવાનું કામ હોય છે. જે કામ જયપ્રકાશ નારાયણના અધૂરુ મૂકીને ગયા, તે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું કામ આપણે કરવાનું છે. અમે ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું બીડું ઉપાડ્યું છે.
તેમણે કાઠીયાવાડની ભૂમિને નમન કરતા કહ્યું કે આજે કાઠીયાવાડે રંગ રાખ્યો, હાલમાં સરકારના વડા તરીકે મેં ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યું તેના 21 વર્ષ પૂરા થયા. જેની શરૂઆત રાજકોટની ધરતીથી થઈ હતી. રાજકોટે મને આર્શીવાદ આપીને મોકલ્યો હતો. મારું સૌભાગ્ય છે કે, અહી પ્રવેશતા મને કરસનબાપાના આર્શીવાદ મળ્યાં. આ ભૂમિ જલારામ બાપાની ભૂમિ છે. ખોડિયાર માતાના આર્શીવાદ છે.
આજે અનેક સાથીઓને મળવાનું થયું. મહિનાઓ, વર્ષો વીત્યા પણ ગુજરાતના લોકો નવુ શિખર સર કરતા જાય છે. તેની પાછળ માત્ર સરકાર નહિ, નરેન્દ્ર-ભૂપેન્દ્ર નહિ, પરંતુ તમારી દિવસરાતની મહેનત છે. ગુજરાતમાં વિકાસ જનઆંદોલન બન્યું. ગુજરાતના વિકાસની વાત મજબૂત, સર્વવ્યાપી, દીર્ઘદ્રષ્ટાંક છે. બે દાયકા પહેલા પરિસ્થિતિ ભિન્ન હતી. શિક્ષા માટે યુવાઓ માટે શૈક્ષણિક સંસ્થાઓ ન હતી. હવે અન્ય રાજ્યોના બાળકો ગુજરાતમાં એડમિશન માટે થનગને છે.
આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીમાં સૌરાષ્ટ્ર અને રાજકોટની ભૂમિકા મોટી છે. આ ઋણ નરેન્દ્રભાઈ ભૂલી શક્યા નથી. મોદી સાહેબે સૌરાષ્ટ્ર-કચ્છ માટે પાણીની સમસ્યા દૂરી કરી છે, નર્મદા ડેમનું મોટાભાગનું પાણી દરિયામાં વહી જતું જેનો સદઉપયોગ કરી સૌની યોજના બનાવી સૌરાષ્ટ્ર-કચ્છમાં પહોંચાડ્યું છે.

[ad_2]

Google search engine