[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

આજે સવરે જામકંડોરણામાં જંગી સભાને સંબોધીને પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા હત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે 1275 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં તેમણે કહ્યું કે, આપણી સિવિલ હોસ્પિટલ નાનકડા ગામ જેવી છે. . હું મુખ્યપ્રધાન હતો ત્યારે સિવિલમાં અનેક વખત આવતો હતો. સેવાના કામને આગળ વધારવા માટે તમામને શુભેચ્છા પાઠવુ છું. દુનિયાની સૌથી બેસ્ટ ટેકનિક, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્ર્કચર અમદાવાદ, ગુજરાતમાં ઉપલબ્ધ થશે. જે ખાનગી હોસ્પિટલમાં નથી જઈ શક્તા, તેમના માટે આ સરકારી હોસ્પિટલ સેવા માટે તૈયાર રહેશે. આજે મેડિસિટી કેમ્પસ પણ તૈયાર થઈ ગયું છે. યુએન મહેતા હોસ્પિટલ ઓફ કાર્ડિયોલોજીની સુવિધાઓ વધી રહી છે. દેશનું પહેલુ સરકારી હોસ્પિટલ છે, જ્યાં સાઈબર નાઈફ જેવી ટેકનિક ઉપલબ્ધ છે. હું તમામ ગુજરાતવાસીઓને આ ઉપલબ્ધિઓ માટે શુભેચ્છા આપું છું.
તેમણે વધુમાં કહ્યું કે હું ડોકટર નથી છતાં મેં અલગ અલગ બીમારીઓ સરખી કરી છે. 20 વર્ષ અગાઉ અનેક બીમારી હતી, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષા,વીજળી,પાણી,કુશાસન,ખરાબ કાનૂન વ્યવસ્થા હતી. પરંતુ આજે ગુજરાત તમામ બીમારીઓને પાછળ છોડીને આગળ ચાલી રહ્યું છે. આજે વાત થાય છે હાઈટેક હોસ્પિટલની ત્યારે ગુજરાતનું નામ સૌથી ઉપર રહે છેભ્રષ્ટાચાર પર કાતર ફેરવવી એ મારી સર્જરીનો પ્રકાર છે. અમે સંવેદનશીલતા સાથે કામ કર્યું.
પહેલાં માતૃ અને શિશુ મૃત્યુદર ખૂબ વધારે હતો. 20 વર્ષમાં આ માટે નીતિ બનાવી ત્યારે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનના કારણે દીકરા કરતાં દીકરીની સંખ્યા વધી છે. 2019માં 1200 બેડ શરૂ થઈ તે કોરોના કાળમાં કામમાં આવી. SVP હોસ્પિટલ બની તો કોરોનામાં પણ તે કામમાં આવી. છેલ્લા 20 વર્ષમાં મેડિકલ ક્ષેત્રે વિકાસ ના થયો હોત તો મહામારીમાં હાલત શું થતી તેની કલ્પના કરો.
PM નરેન્દ્ર મોદીએ રૂ. 408 કરોડના ખર્ચે તૈયાર થયેલી સિવિલની મલ્ટીપલ ટ્રાન્સપ્લાન્ટની 850 બેડની ક્ષમતા ધરાવતા આધુનિક સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. સાથે રાજ્યના 188 ડાયાલિસિસ સેન્ટર્સનું લોકાર્પણ બાદ દર્દીઓ સાથે સંવાદ યોજ્યો હતો.

[ad_2]

Google search engine