[ad_1]
ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે. વડાપ્રધાન મોદીએ આજે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે રૂ.8,000 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ અંતર્ગત તેમણે દેશના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે જનસભા સંબોધી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સૌથી પહેલા દિવંગત નેતા મુલાયમ સિંહ યાદવને યાદ કર્યા. તેમણે કહ્યું કે મુલાયમ સિંહ યાદવનું નિધન દેશ માટે મોટી ખોટ છે. મુલાયમજી સાથે મારો ખાસ સંબંધ છે. આ સાથે પીએમ મોદીએ વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાત ‘અર્બન નાક્સલો’ને રાજ્યના યુવાનોનું જીવન બરબાદ કરવા દેશે નહીં. પીએમ મોદીએ નક્સલવાદીઓને ગુજરાતમાં ઘૂસવા ન દેવા બદલ આદિવાસીઓના વખાણ પણ કર્યા હતા. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે ઘણા રાજ્યોમાં નક્સલવાદીઓએ યુવાનોને હથિયારો આપીને તેમનું ભવિષ્ય બરબાદ કર્યું. પીએમએ કહ્યું કે શહેરી નક્સલવાદીઓની પાછળ વિદેશી શક્તિઓ છે.
તમણે કહ્યું કે નક્સલવાદી માનસિકતાવાળા લોકોએ પહેલાં સરદાર સરોવર ડેમને રોકવા ભરપૂર કોશિષ કરી હતી. હવે અર્બન નક્સલો વાઘા બદલીને નવા રંગરૂપ સાથે પ્રવેશવાની કોશિષ કરી રહ્યા છે. ગુજરાતમાં નક્સલવાદ ઘૂસી ન શક્યો તે માટે મારા આદિવાસી ભાઇ-બહેનોનો આભાર માનું છું. મારે ગુજરાતમાં નકસલવાદને પહોંચવા દેવો નથી.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે મેં 2014માં દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે તે સમયે ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં 10મા સ્થાને હતી અને હવે તે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે.
[ad_2]