[ad_1]

બોલીવૂડમાં અનોખી ઓળખાણ બનાવ્યા બાદ અચાનક ગુમ થયેલી અભિનેત્રી તનુશ્રી દત્તા વર્ષો બાદ MeToo મુવમેન્ટને કારણે ચર્ચાનું કારણ બની હતી. વર્ષ 2020 માં તનુશ્રી દત્તાએ એક ફિલ્મના સેટ પર જાતીય સતામણી વિશે ખુલ્લેઆમ વાત કરી હતી, જે બાદ અનેક મહિલાઓએ આ વિશે ખુલીને વાત કરી હતી. હવે ફરી એક વાર તનુશ્રી ચર્ચાનું કારણ બની છે. તનુશ્રીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે હું ઉજ્જૈનમાં હતી ત્યારે મારી કારની બ્રેક સાથે એક-બે વાર છેડછાડ કરવામાં આવી હતી અને એ પછી મારુ એક્સિડન્ટ થયું હતું. મને સાજા થતા પણ સમય લાગ્યો હતો. મારા ઘરે નોકરાણી રાખ્યા બાદ બું ધીરે ધીરે વધુ બીમાર પડવા લાગી હતી. જે બાદ મને શંકા થઈ હતી કે તે મારા પાણીમાં કઇંક મિક્સ કરીને આપી રહી હતી.
નોંધનીય છે કે અગાઉ પણ તનુશ્રીએ સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો હતો કે તે ફિલ્મોમાં કમબેક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેને તક મળી રહી નથી. લોકો તેને નિષ્ફળ બનાવીને આત્મહત્યા તરફ ધકેલવાની કોશિશ કરી રહ્યા છે.
Post Views:
141
[ad_2]