[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





તહેવારના સમયે ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે એવામાં તેમને કોઈ અસુવિધા ન થાય તે માટે IRCTC ખૂબ જ ધ્યાન રાખે છે. મળતી માહિતી અનુસાર નવરાત્રી દરમિયાન પ્રવાસીઓને ખાવા-પીવામાં પરેશાની ન થાય તે માટે રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વ્રતના સમયમાં યાત્રા કરનારા પ્રવાસીઓને IRCTC તરફથી વ્રત થાળી ઉપલબ્ધ કરાવવામાં આવશે, એવી માહિતી IRCTCએ આપી હતી.

રેલવેના આનિર્ણયને કારણે નવરાત્રીનું વ્રત રાખનારા પ્રવાસીઓને રાહત મળી છે. આ સુવિધા 400 સ્ટેશન પર ઉપલબ્ધ છે. વ્રત થાળી મંગાવવા માટે પ્રવાસીને 1323 પર ફોન કરવો પડશે અને થોડા સમય બાદ પ્રવાસીની સીટ પર એ થાળી પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સુવિધા ગયા વર્ષે પણ આપવામાં આવી હતી.

IRCTCની થાળીમાં શું હશે

ફળ, ફરાળી પકોડા, દહીં – 99 રૂપિયા
બે પરોઠા, બટેટાનું શાક, સાબુદાણાની ખીર – 99 રૂપિયા
4 પરોઠા, ત્રણ શાક, સાબુદાણાની ખિચડી – 199 રૂપિયા
પનીર પરોઠા, શિંગોડા અને આલુના પરોઠા, વ્રત મસાલા – 250 રૂપિયા



Post Views:
11




[ad_2]

Google search engine