[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાએ આપેલા 100 રનના ટાર્ગેટને 19.1 ઓવરમાં જ ચેઝ કરીને સિરીઝ 2-1થી જીતી લીધી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે 12 વર્ષે વન-ડે સિરીઝ જીતી હતી. શુભમન ગિલે સૌથી વધુ 57 બોલમાં 49 રન કર્યા હતા. તો શ્રેયસ અય્યરે 23 બોલમાં 28 રન કર્યા હતા.
અગાઉ સાઉથ આફ્રિકાની ટીમનો ધબડકો જોવા મળ્યો હતો, અને ટીમ 27.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે 4.1 ઓવરમાં 1 મેડન સાથે 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો સિરાજ, સુંદર અને શાહબાઝને 2-2 વિકેટ મળી હતી. સાઉથ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસેન સર્વાધિક સ્કોરર રહ્યો હતો. તેણે 42 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ પછી જાનેમન મલાને 15 રન અને માર્કો જેનસને 14 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના કુલ 7 બેટરો ડબલ ડિજિટનો સ્કોર પણ કરી શક્યા નહોતા.

[ad_2]

Google search engine