[ad_1]

ચંડીગઢ યુનિવર્સિટીના MMSનો મુદ્દો હજુ શાંત નથી થયો ત્યાં મુંબઈની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આઈઆઈટી બોમ્બેમાં ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી અનુસાર આઈઆઈટીની હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો છે કે કેન્ટિનના કર્મચારીએ વોશરૂમની બારીમાંથી આપત્તિજનક વીડિયો બનાવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રવિવારે વિદ્યાર્થિનીએ પવઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું હતું કે હું સ્નાન કરતી હતી ત્યારે કેન્ટિનના કર્મચારીએ મારો વીડિયો રેકોર્ડ કર્યો હતો. પોલીસે કર્મચારીની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આઈઆઈટી સંસ્થાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલા મોબાઈલમાં કોઈ ક્લિપ છે કે નહીં તેની જાણકારી હજુ મળી નથી ત્યારે પોલીસને પણ તેના મોબાઈલમાં કોઈ રેકોર્ડિંગ મળી નથી.
વિદ્યાર્થિનીએ વોશરૂમની ડિઝાઈનમાં ફેરફારની માગણી કરી છે, જેથી બીજી વાર આવી ઘટના ન બને. થોડા સમય માટે કેન્ટિનને બંધ રાખવામાં આવી છે અને વિદ્યાર્થિનીઓએ કેન્ટિનમાં ફક્ત મહિલા સ્ટાફને રાખવાની માગણી કરી છે. સંસ્થાના મેનેજમેન્ટ અને વિદ્યાર્થિનીઓ વચ્ચે ચર્ચા થઈ રહી છે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવું સંસ્થાના સૂત્રોએ જણાવ્યું હતું.
Post Views:
20
[ad_2]