[ad_1]
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થવા જઈ રહ્યો છે, છે ત્યારે દરરોજ રાજકારણન નીચી કક્ષાએ જઈ રહ્યું છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પીએમ મોદીને લઈને અપમાનજનક શબ્દો બોલતા હોય એવો એક જુનો વીડિયો વાઇરલ થયો હતો. આ બાબતે ગોપાલ ઇટાલિયાએ આજે પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ મને ટાર્ગેટ કરી રહી છે, હું પટેલ સમાજનો યુવાન હોવાથી મને આગળ વધતા અટકાવી રહ્યા છે.
આ મામલે ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, મેં જાણવાની કોશિશ કરી કે શા માટે બીજેપી ગોપાલ ઇટાલિયાની પાછળ પડી ગઇ છે? ત્યારે મને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયા પટેલ છે અને ભાજપ પટેલ વિરોધી પાર્ટી છે. કેમ કે, આ લોકો આંદોલન સાથે જોડાયેલા લોકો છે અને આંદોલનને કારણે ભાજપને ખૂબ નુકસાન ગયું. એટલે આ પટેલ વિરોધી માનસિકતાના કારણે મારા જેવા એક સામાન્ય માણસને હેરાન કરવામાં આવી રહ્યો છે.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ગુજરાતની જનતા મોંઘવારી, બેરોજગારી, તૂટેલા રસ્તાઓ સહિતની મુદ્દે જવાબ માગી રહી છે. ભાજપે 27 વર્ષના શાસનમાં શું કર્યું? ત્યારે ભાજપ કહે છે કે ગોપાલનો વીડિયો જુઓ, કેવું બોલે છે. તેની ભાષા કેવી છે. ગોપાલની ભાષા ભાજપ જેવી સારી ન હોય. કેમ કે, ભાજપવાળા જેવું સાતિર દિમાગ નથી મારી પાસે. હું એક ગરીબ માણસ છું. ગામડાનો નાનો માણસ છું. બની શકે કે ભાજપવાળા જેવું ચાલાક બોલતા મને ન આવડે. પરંતુ ગુજરાતની જનતાને જવાબ આપવાથી બચવાનો આ યોગ્ય રસ્તો નથી.
ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જુના વીડિયો કાઢીને ટ્વીટર ઉપર સોશિયલ મીડિયામાં સતત ફેરવવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા પટેલ યુવાનને ટાર્ગેટ કરીને તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાટીદાર અગ્રણીઓએ આગળ આવીને તેના સમર્થનમાં વાત કરવી જોઈએ. પાટીદારો ભારતીય જનતા પાર્ટીથી ગભરાયેલા છે.
ભાજપના અમિત માલવિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે દેશના વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલી રહ્યા છે. જે અંગે મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારી છે. આ ગુરૂવારે ગોપાલ ઇટાલિયાને આયોગ સામે હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યુ છે. 13મી ઓક્ટોબરના, ગુરૂવારે આ મામલા અંગે સુનાવણી થશે.
[ad_2]