[ad_1]

બોલીવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનન ફિલ્મોની સાથે સાથે તેની લવલાઈફને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર તે હાલમાં સાઉથ એક્ટર પ્રભાસને ડેટ કરી રહી છે.
નોંધનીય છે કે ક્રિતી સેનન ટાઈગર શ્રોફ સાથે કરન જોહરના ચેટ શોમાં આવી હતી ત્યારે કોલિંગ સેગ્મેન્ટ રાઉન્ડમાં ક્રિતિએ પ્રભાસને ફોન કર્યો હતો અને બંને વચ્ચે સ્પેશિયલ બોન્ડ હોવાની પણ ચર્ચા થઈ રહી છે. તેથી ક્રિતિ અને પ્રભાસ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. બંને ફિલ્મ ‘આદિપુરુષ’માં કામ કરી રહ્યાં છે.
‘આદિપુરુષ’ આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં સૈફ અલી ખાન, સની સિંહ પણ છે. આ ફિલ્મમાં પ્રભાસ રામના અને ક્રિતિ સેનન સીતના રોલમાં જોવા મળશે. સૈફ અલી ખાને રાવણનું પાત્ર ભજવ્યું છે.
Post Views:
16
[ad_2]