[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસે દેશને અનોખી ભેટ આપી છે. 70 વર્ષની બાદ નામિબિયાના આઠ ચિત્તાઓએ ભારતની ધરતી પર પ્રથમ પગલાં માંડ્યા છે. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંજરું ખોલીને ત્રણ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં છોડી દીધા હતા. વડાપ્રધાન માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની નીચે પિંજરામાં ચિત્તાઓ હતા. વડાપ્રધાને લિવર ખેંચી પાંજરું ખોલ્યું હતું. ચિતા બહાર આવતાં જ અજાણી જગ્યા હોવાથી થોડા ડરેલા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેઓ ફરવા માંડ્યા હતા.

“>

ચિતાઓ બહાર આવતા જ PM મોદીએ તાળીઓ પાડીને ચિતાઓનું સ્વાગત કર્યું હતું. PM મોદીએ કેમેરાથી ચિતાના કેટલાક ફોટા પણ ક્લિક કર્યા. PM મોદી 500 મીટર ચાલીને સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ હતા. તેમણે ચિતા મિત્ર ટીમના સભ્યો સાથે વાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- આપણે એ સમય પણ જોયો છે જ્યારે પ્રકૃતિના શોષણને શક્તિના પ્રતીક તરીકે માનવામાં આવતું હતું. 1947માં જ્યારે દેશમાં માત્ર ત્રણ ચિત્તા બચ્યા હતા ત્યારે તેમનો પણ શિકાર કરવામાં આવ્યો હતો.
શનિવારે સવારે 7.55 વાગ્યે નામિબિયાથી સ્પેશિયલ ચાર્ટર્ડ કાર્ગો ફ્લાઈટ 8 ચિત્તાઓને ભારત લાવી હતી. ચિત્તા 24 લોકોની ટીમ સાથે ગ્વાલિયર એરબેઝ પર ઉતર્યા હતા. અહીં તેમનું રૂટીન ચેકઅપ કરાવ્યું હતું. નામીબિયાના પશુ ચિકિત્સક અન્ના બુસ્ટો પણ ચિત્તાઓ સાથે આવ્યા છે. ચિત્તાને નામિબિયાથી ખાસ પ્રકારના પાંજરામાં લાવવામાં આવ્યા હતા. ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયર એરબેઝથી ચિત્તાઓને કુનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યા હતા.

“>

મોટા માંસાહારી વન્યજીવોને સ્થાનાંતરિત કરવાનો આ વિશ્વનો પ્રથમ પ્રોજેક્ટ છે. 20 જુલાઈ 2022 ના રોજ ભારત અને નામિબિયા સરકાર વચ્ચે ચિત્તાઓને લાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેને પાર્કના ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં છોડવામાં આવશે.
નિષ્ણાતોના મતે ભારતમાં ચિત્તાઓના પુનર્વ્યવાસ્થાપન પર ત્યારે વિચારણા કરવામાં આવશે જ્યારે અહીં ચિત્તાઓની સંખ્યા 500 થશે. આ લક્ષ્યાંવકને પહોંચી વળવા માટે દક્ષિણ આફ્રિકા અને નામિબિયામાંથી દર વર્ષે 8 થી 12 ચિત્તા ભારત મોકલવામાં આવશે. આ ઉપરાંત ભારતમાં ચિત્તાઓની વંશાવળી પણ આમાં સામેલ થશે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરણોના આધારે ચિત્તાના જીવનધોરણ સહિત જીવનધોરણની સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.



Post Views:
25






[ad_2]

Google search engine