[ad_1]

મહારાષ્ટ્રના નંદુરબારમાં આદિવાસી સમાજના એક પિતાએ તેની દીકરીના મૃતદેહને સંરક્ષિત રાખવા માટે 44 દિવસ સુધી તેને મીઠાના ખાડામાં રાખ્યો હતો, જેથી તેનું બીજી વાર પોસ્ટ મોર્ટમ થઈ શકે. પિતાની જીદ હતી કે તેની દીકરીના મૃતદેહનું બીજી વાર પોસ્ટ મોર્ટમ કરવામાં આવે નહીં તો તેઓ અંતિમ સંસ્કાર નહીં કરે. મળતી માહિતી અનુસાર ઓટોપ્સીનો બીજો રિપોર્ટ આવી ગયો છે.
બીજા રિપોર્ટમાં અત્યાર સુધી આ મામલે થયેલી તપાસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ રિપોર્ટમાં મૃતકના પિતાએ તેની દિકરીની આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરવામાં આવી હોવાના દાવાઓ સાચા પડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે
રિપોર્ટમાં પહેલો સવાલ એ ઊભો થાય છે કે મૃતક મહિલા દિવ્યાંગ હતી. તેનો એક હાથ કામ નહોતો કરતો, તો તે ઝાડ પર લટકીને સુસાઈડ કેવી પીતે કરી શકે છે. આ ઉપરાંત તેના ગળા પર પણ ઈજાના નિશાન મળી આવ્યા હોવાથી હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
મહિલાનું પહેલા ચાર લોકોએ અપહરણ કર્યું અને પછી તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના દાવા પર મૃતકના પિતા ચુપ છે. પિતાએ તેની દીકરીના મૃતદેહને પ્લાસ્ટિકમાં લપેટીને મીઠાના ખાડામાં 44 દિવસથી સાચવી રાખ્યો હતો. તેથી 45 દિવસ બાદ મૃતક સાથે ગેંગરેપ થયો છે કે નહીં એ કહેવું મુશ્કેલ હોવાનું સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું.
રિપોર્ટમાં આ અંગે વધુમાં જણાવાયું છે કે મૃતકના પગ વળેલા છે, એટલે ગેંગરેપ વખતે પોતાના બચાવમાં તેણે આમ કર્યું તેથી હત્યા કરવામાં આવી હશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નંદુરબાર જિલ્લાના ધદગાંવના ગામમાં એક પરીણિત સ્ત્રી રંજિતા વલવીના મૃતદેહને ગુરુવારે મુંબઈના ભાયખલ્લાની જે. જે. હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને શુક્રવારે અઢી વાગ્યે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આશ્ચ્યની વાત એ છે કે સ્થાનિક પોલીસે આ મામલાને યોગ્ય રીતે ન સમજીને આત્મહત્યાનો કેસ દાખલ કરી નાંખ્યો હતો. જોકે, પીડિતાના પિતાની લડાઈ હજુ ચાલુ છે.
Post Views:
124
[ad_2]