[ad_1]

200 કરોડની છેતરપિંડી કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળી છે. આજે અભિનેત્રી દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઇ હતી. કોર્ટે જેકલીનને 50 હજારના બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા છે. તાજેતરમાં દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે અભિનેત્રીની 15 કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યાર બાદ EDની પૂછપરછમાં મહા ઠગ સુકેશના કારનામા વિષે જેકલીનને જાણ હોવાનું સામે આવ્યું હતું. પટિયાલા કોર્ટે પણ આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો અને જેકલીનને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું. જે બાદ જેકલીન આજે કોર્ટ આરોપી તરીકે હાજર થઈ હતી.
EDએ આ મામલામાં 17 ઓગસ્ટે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જેકલીનનું નામ આરોપી તરીકે સામેલ હતું. EDએ એપ્રિલ મહિનામાંમાં અભિનેત્રીની સાત કરોડથી વધુ સંપત્તિ ટાંચમાં લીધી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે EDનું માનવું છે કે જેકલીન શરૂઆતથી જ જાણતી હતી કે આ કેસનો મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર ઠગ છે અને ખંડણી ઉઘરાવે છે. બંને રિલેશનમાં હતા. તેમની પ્રાઈવેટ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, ત્યારબાદ EDએ જેકલીનની પૂછપરછ કરી હતી અને પુરાવા તરીકે બંનેના ફોટા પણ રજુ કર્યા હતા.
જેકલીન ફર્નાન્ડીઝની ડ્રેસ ડિઝાઈનર લિપાક્ષીની દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે 21 સપ્ટેમ્બરે સાત કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં લિપાક્ષીએ સુકેશ અને જેકલીન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કબૂલાત કરી છે કે જેકલીનને કપડાં અને અન્ય ભેટ આપવા માટે સુકેશે તેને ત્રણ કરોડ રૂપિયા આપ્યા હતા. લિપાક્ષીએ એમ પણ કહ્યું હતું કે ચંદ્રશેખરની ધરપકડના સમાચાર પછી, જેકલીન ફર્નાન્ડિઝે તેની સાથે દરેક સંબંધ તોડી નાખ્યો હતો.
Post Views:
52
[ad_2]