[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

નેશનલ કોન્ફ્રેંસ પાર્ટીના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુખ અબદુદ્દાએ મુંબઈમાં ગુરુવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હું એક મુસલમાન છું, પરંતુ કોઈ ચીની મુસલમાન નહીં. હું એક ભારતીય મુસલમાન છું. અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતને જોડવામાં માનીએ છીએ. ભારતને એક કરવામાં માનીએ છીએ. કારણ કે ધર્મ એકબીજા સાથે વેર રાખવાનું નથી શીખવતો. હિંદી હૈ હમ વતન હૈ હિંદોસ્તાં હમારા. અહીંના અલગ અલગ ધર્મો એકબીજાને જોડીને રાખે છે. શું ભગવાન રામ ખાલી હિંદુઓના છે? તે તો અંગ્રેજો અને રશિયનના પણ ભગવાન છે, પરંતુ બધાને અલગ કરવામાં આવી રહ્યા છે. અમે મસ્જિદમાં જઈને નમાજ પઢીએ છીએ, પણ કોની સામે? એ જ ને જે આપણા બધાનો છે. આજે એક ગરીબ મોંઘવારીમાં પિસાઈ રહ્યો છે. દરરોજ બેરોજગારી વધી રહી છે, પરંતુ હું એક વાત કહેવા માગું છું. ભગવાનને ક્યારેય છોડતા નહીં. ભગવાન અને અલ્લાહ આપણને આ મુસીબતમાંથી બહાર કાઢશે.
મુંબઈમાં એનસીપી પ્રમુખ શરદ પવારના નેતૃત્ત્વ હેઠળ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ફારુખ અબદુલ્લાની સાથે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતાં.

[ad_2]

Google search engine