[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





એકનાથ શિંદે આબેહૂબ બાળાસાહેબ ઠાકરે લૂકમાં જોવા મળશે

મુંબઈ: એક બાજુ બાળાસાહેબ ઠાકરેની વિચારસરણીની માળા ફેરવતા ભાજપની સાથે યુતિ કરી હોવાનું એકનાથ શિંદે વારંવાર કહેતા હોય છે. હિંદુત્વના આ જ મુદ્દાને વધુ વ્યાપક બનાવવા માટે એકનાથ શિંદેએ રાજ્યઆખામાં હિંદુ ગર્વ ગર્જના યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. આ યાત્રામાં અદ્દલોઅદ્દલ બાળાસાહેબનું રૂપ ધારણ કરવાનો શિંદેએ નિર્ણય કર્યો છે. હાથમાં રુદ્રાક્ષની માળા અને હિંદુત્વના રક્ષકની પ્રતિમા ઊભી કરવાનો શિંદેનો પ્રયાસ છે.
એકનાથ શિંદે યાત્રામાં બાળાસાહેબનો લૂક ધારણ કરવાના હોવાથી તેના સાથીઓએ તેમને ૧૦૦૦ રુદ્રાક્ષની માળા ભેટમાં આપી છે. આથી આગામી સમયમાં કદાચ રાજ્યના મુખ્ય પ્રધાન તમને રુદ્રાક્ષની માળા હાથમાં રાખતા નજરે ચડી શકે છે. આટલું જ નહીં શિંદેએ ભગવી શાલ ઓઢવાની પણ તૈયારી કરી લીધી હોવાનું નજીકનાં સૂત્રોએ જણાવ્યું છે.
૧૯૯૦ના વર્ષમાં શરીર પર શાલ, ગળા અને હાથમાં મોટા રુદ્રાક્ષ એવો લૂક હતો બાળાસાહેબ ઠાકરેનો. એ સમયથી અંતિમ સમય સુધી ભગવાં વસ્ત્રો અને રુદ્રાક્ષ બાળાસાહેબ ઠાકરેની સાથે જ રહ્યા હતા. બાળાસાહેબને આજે પણ સ્મરણ કરો તો તમને એ જ રુદ્રાક્ષની માળા અને શરીર પર ભગવાં વસ્ત્રો પહેરેલો ચહેરો દેખા દેશે. ભગવાં વસ્ત્રો અને રુદ્રાક્ષની માળાને કારણે જ બાળાસાહેબની છબિ હિંદુહૃદયસમ્રાટ તરીકે ઊપસતી. હવે શિંદેએ પણ તેમના જ લૂક ધારણ કરવાનો નિર્ણય લીધો હોવાથી આગામી સમયમાં રાજ્યમાં નીકળનારી યાત્રામાં તેઓ આ લૂકમાં જોવા મળે એવી શક્યતા છે.



Post Views:
208




[ad_2]

Google search engine