[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





મુંબઈ: સાર્વજનિક નવરાત્રીના આયોજનમાં અનેક વર્ષોનો દીર્ઘ અનુભવ ધરાવતા ઈશાન્ય મુંબઈના લોકપ્રિય સાંસદ મનોજ કોટકના માર્ગદર્શન હેઠળની ટીમ ‘પ્રેરણા પરિવાર’ આ વર્ષે ખેલૈયાઓને આવકારવા સુસજજછે. અત્રે ઉલ્લેખનીય છેકે એક જ આયોજક દ્વારા એક જ સ્થળ પર સતત ૧૫માં વર્ષે સાર્વજનિક નવરાત્રીનું આયોજન થતું હોય તો તે એકમાત્ર પ્રેરણા રાસ છે. જેનો સંપૂર્ણ શ્રેય પ્રેરણા રાસના ચાહકોને જાય છે.
મુલુન્ડના કાલિદાસના વિશાળ ગ્રાઉન્ડ ખાતે સોમવાર તા. ૨૬ સપ્ટેમ્બરથી બુધવાર તા. ૦૫ ઓક્ટોબર એમ કુલ દસ દિવસ સુધી ખેલૈયાઓ તથા દાંડિયા-ગરબારસિકો નવરાત્રોત્સવ મન ભરીને માણી શકે તે માટે આયોજન સમિતિએ તૈયારીઓમાં કોઈ કસર બાકી રાખી નથી. દરરોજ સાંજે સાત વાગે માતા અંબેની આરતી કરીને પ્રેરણા રાસ શરૂ કરવામાં આવશે.
રંગબેરંગી આકર્ષક લાઈટિંગથી ઝગમગતા વિશાળ સ્ટેજ પર બોલીવૂડ ઢોલકિંગ તરીકે પ્રખ્યાત બંધુબેલડી હનીફ-અસલમ તેમના વાદ્યવૃંદકારો સાથે સંગીતના સૂર રેલાવશે. કાલિદાસના ગ્રાઉન્ડમાં ‘ઢોલીડા’ ફેમ બોલીવૂડ પ્લેબેક જાહ્ન્વી શ્રીમાંકર, લોકોનું દિલ જીતી ચૂકેલા સૂફી ગાયક ભાવિન શાસ્ત્રી તેમના સુમધુર કંઠે સૂરો રેલાવશે. તો વર્સેટાઈલ સિંગર શરદ લશ્કરી અને કચ્છી કોયલ પોમલ શાહ પોતાની આગવી શૈલી દ્વારા તેમને સાથ આપીને લોકગીતો અને સુપ્રસિદ્ધ ગીતોની જમાવટ કરશે. જાણીતા એંકર સાગર ગડા તેમની આગવી શૈલીમાં ‘પ્રેરણા રાસ ૨૦૨૨’નું સંચાલન કરશે.
દરરોજ કોમ્પિટિશન રાઉન્ડ, આકર્ષક ઇનામોની વણજાર ઉપરાંત આરતી હરીફાઈ, સિનિયર સિટિઝન રાઉન્ડ, દિવ્યાંગ બાળકોનો રાઉન્ડ, વિદ્યાર્થીઓ માટેનો રાઉન્ડ, કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા માતાજીની મહાઆરતી જેવા વિશેષ આયોજનો કરાશે.
‘પ્રેરણા રાસ’ના આયોજન બાબતે સાંસદ મનોજ કોટકે જણાવ્યું કે ‘પ્રેરણા રાસે’ ફકત ઈશાન મુંબઈમાં જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોના લોકોમાં પણ અપાર લોકપ્રિયતા મેળવીને મુંબઈની શ્રેષ્ઠ નવરાત્રી તરીકે લોકચાહના મેળવી છે. ‘પ્રેરણા રાસ’ આ વર્ષે પણ માતા અંબેની ભક્તિ કરી પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય સાધી ૨૦૨૨ના ભવ્યાતિભવ્ય આયોજન માટે કટિબદ્ધ છે.



Post Views:
35




[ad_2]

Google search engine