[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





પતરા ચાલ કેસમાં કસ્ટડીમાં રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુસીબત ઓછી થવાના કોઇ એંધાણ નથી. મહારાષ્ટ્રની એક વિશેષ અદાલતે રાઉતની ન્યાયિક કસ્ટડી વધુ 14 દિવસ માટે લંબાવી છે, તેથી હવે રાઉત 4 ઑક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં જ રહેશે.
31 જુલાઇના રોજ ઇડીએ સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. પહેલી ઑગસ્ટના રોજ પતરા ચાલ સંબંધી મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ કસ્ટડીમાં છે. ઇડીએ રાઉતનું નિવેદન પણ નોંધ્યું છે.
પતરા ચાલ ગોરેગામના સિદ્ધાર્થ નગર ખાતે આવેલી છે. આ મામલો પતરા ચાલના પુનર્વિકાસને લગતો છે. પતરા ચાલના અટવાયેલા પુનર્વિકાસના કેસમાં સેંકડો લોકોના ઘર અટવાઇ ગયા છે. પતરા ચાલના પુર્નવિકાસનું કામ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું હતું, જેના નિર્દેશક પ્રવીણ રાઉત સંજય રાઉતની નજીકના હોવાનું મનાય છે. ઇડીનો દાવો છે કે પ્રવીણ રાઉતને પ્રોજેક્ટમાંથી એફએસઆઈના ગેરકાયદે વેચાણથી રૂ. 112 કરોડનો નફો થયો હતો અને તેણે આ રકમનો ચોક્કસ ભાગ સંજય રાઉત અને તેની પત્નીને આપ્યો હતો.



Post Views:
34




[ad_2]

Google search engine