[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





હિંદુ ધર્મમાં એમ માનવામાં આવે છે કે મૃત્યુ બાદ જ્યારે કોઇ વ્યક્તિની જીવનની કોઇ ઇચ્છા અધૂરી રહી જાય છે ત્યારે તેઓ પોતાની બાકી રહી ગયેલી ઇચ્છા પૂરી કરવા તેમના વંશજોના સપનામાં આવે છે. તેઓ એવી વ્યક્તિના જ સપનામાં આવે છે જે તેમની ઇચ્છા પૂરી કરવા સક્ષમ હોય. જ્યાં સુધી તેમની ઇચ્છઆ પૂરી નથી થતી ત્યાં સુધી તેમને શાંતિ નથી થતી.
હિંદુ ધર્મમાં દાન અને શ્રાદ્ધને ઘણું મહત્વ આપવામાં આવે છે. એમ કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આપણને આશિર્વાદ આપવા માટે ધરતી પર આવે છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ, પિંડદાન અને અન્ય દાનધરમ કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે.
ઘણા લોકોને સપનામાં પૂર્વજો દેખાતા હોય છે. પૂર્વજોનું સપનામાં આવવા પાછળ પણ કારણ હોય છે.
જો તમને સપનામાં પિતૃઓ ખુશ દેખાય તો એ સારા સંકેત છે. એનો અર્થ એ થાય કે તમારા જીવનમાંથી બધી ચિંતા અને સમસ્યા પૂરી થઇ જશે. પિતૃઓના આશિર્વાદથી તમે જીવનમાં ઘણી પ્રગતિ કરી શકો છો.
જો તમને સપનામાં પિતૃઓ દેખાય અને તેઓ શાંત હોય તો એનો અર્થ એ થાય કે તેઓ તમારાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે. તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે. તમારા સંતાનો તરફથી ખુશખબર પણ મળી શકે છે. તમે નોકરી, કારકિર્દી કે વ્યવસાયમાં ઘણી પ્રગતિ કરી શકો છો.
જો તમને સપનામાં પિતૃઓ રડતા દેખાય તો સમજી લો તમારી માટે કોઇ અશુભ સંકેત છે. તમારે ઘણી સાવધાની રાખવાની જરૂર છે.તમારા જીવન પર મોટું સંકટ આવી શકે છે. તમારે બધા ઉપાયો કરી પિતૃઓને શાંત કરવા જરૂરી છે. એ માટે શ્રાદ્ધ, પિંડદાન, દાનધર્મ કરવો જરૂરી છે. તમારા સારા કર્મોથી પિતૃઓને પણ શાંતિ મળશે.



Post Views:
187




[ad_2]

Google search engine