[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





કોરોનાના બે વર્ષ બાદ આ વખતે ગુજરાતીઓ ધામધૂમથી નવરાત્રી ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેલૈયાઓને પહેલા નોરતે જ વરસાદનું વિઘ્ન નડ્યું છે. આજે અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં પહેલા નોરતે વરસાદી ઝાપટા પડતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. આજે પહેલા નોરતે ગરબા થશે કે નહીં તે અંગે મુજવણ ઉભી થઇ છે.
આજે સવારથી જ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉનામાં માત્ર અડધા કલાકમાં જ 1 ઇંચ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ખાંભા શહેર તથા ગામ, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે.
વડોદરા શહેરમાં આજે બપોરે 12:30 વાગ્યે પશ્ચિમ વિસ્તારમાં સમા, સુભાનપુરા, ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનીષા ચોકડી, અક્ષરચોકમાં વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણ વિસ્તારમાં જાંબુવા, મકરપુરા, માંજલપુર, તરસાલીમાં વરસાદ પડ્યો હતો. વડોદરા શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં બપોરે 1:30 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો, જેમાં કારેલીબાગ, વારસિયા, ખોડિયાનગર, આજવા રોડ, વેમાલી, માંડવી, વાઘોડિયા રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
બપોરે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. વટવા, મણિનગર, કાંકરિયા સીટીએમ, નિકોલ, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, ઘોડાસર, ઇસનપુર સહિતના વિસ્તારોમાં 10 મિનિટ સુધી વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વરસાદી ઝાપટાં પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
આજથી નવરાત્રિ શરુ થવા જઈ રહી છે, ત્યારે પાર્ટી પ્લોટમાં વરસાદને કારણે આજે સાંજે ગરબા રમાશે કે કેમ એમાં ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે.



Post Views:
36




[ad_2]

Google search engine