[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ છે. ભાજપ અને તેમના કાર્યને આદર આપતા લોકો તરફથી આ પ્રસંગે અર્થપૂર્ણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન શિબિરોથી લઈને 56 ઈંચની થાળી સુધી વિવિધરૂપે લોકો તેમના જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળશે.
દિલ્હી સ્થિત એક રેસ્ટોરન્ટે કંઇક અનોખી રીતે મોદીના જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ રેસ્ટોરન્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના માનમાં થાળી શરૂ કરશે. દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલી ARDOR 2.1 રેસ્ટોરન્ટમાં 56 વસ્તુઓ સાથે મોટા કદની થાળી પીરસવામાં આવશે, જેમાં ગ્રાહકો શાકાહારી અને માંસાહારી વિકલ્પ વચ્ચે પસંદગી કરી શકશે.
આ તદન નોખો આઇડિયા રેસ્ટોરન્ટનો છે. આ અંગે માહિતી આપતા રેસ્ટોરન્ટના માલિક સુમિત કાલારા જણાવે છે કે, ‘હું વડા પ્રધાન મોદીનો સમર્થક છું. હું તેમનું ઘણું સન્માન કરું છું. તેઓ આપણા દેશનું ગૌરવ છે. તેમના જન્મ દિવસને અમે યાદગાર બનાવવા માગીએ છીએ. તેમના જન્મ દિવસે તેઓ અમારી રેસ્ટોરન્ટમાં આવે અને ખાય એવી અમારી ઇચ્છા છે, પણ મને ખબર છે કે સુરક્ષાના કારણસર એ શક્ય નથી. તેથી તેમના માનમાં અમે આ ભવ્ય થાળીને લોન્ચ કરવાનું નક્કી કર્યું છે, જેને અમે ’56 ઇંચ’ નામ આપ્યું છે. આ થાળી મોદીજીના તમામ ચાહકો માટે છે જે તેમને ખૂબ પ્રેમ કરે છે. તેમના ચાહકોને વિનંતી છે કે તેઓ અહીં આવીને થાળીનો આનંદ માણે.’


સુમિત કાલરા વધુમાં જણાવે છે કે, તેમણે આ થાળીની સાથે કેટલીક ભેટ રાખવાનો પણ નિર્ણય કર્યો છે. જે કોઇ આ પ્લેટ ટ 40 મિનિટમાં પૂરી કરે તો અમે તેને 8.5 લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે. ઉપરાંત, 17-26 સપ્ટેમ્બર વચ્ચે રેસ્ટોરન્ટની મુલાકાત લેનારા ગ્રાહકો માટે તેમણે બીજી ઑફર પણ રાખી છે. આ સમય દરમિયાન કોઈ ગ્રાહક સ્ટોર પર આવે છે અને આ પ્લેટ ખાય છે, તો નસીબદાર વિજેતા અથવા કપલને કેદારનાથની યાત્રા જીતવાની તક મળશે કારણ કે કેદારનાથ પીએમ મોદીના પ્રિય સ્થળોમાંનું એક છે.



Post Views:
60




[ad_2]

Google search engine