[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





૨૨મી જૂન પહેલા ગર્ડરનું કામકાજ પાર પાડવામાં આવ્યું હતું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેના જાણીતા ડિલાઈલ બ્રિજ માટે બીજા ગર્ડર લોન્ચ કરવાનું કામકાજ વિક્રમી સમયમાં પાર પાડવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદની વચ્ચે પણ લોઅર પરેલ ખાતેના રેલવે ઓવર બ્રિજનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. ત્રણ મહિનાથી ઓછા સમયગાળામાં બીજું ઓપનવેબ ગર્ડરને રવિવારે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં લોકલ ટ્રેનના વ્યવહારને કોઈ અસર થઈ નહોતી, એવું પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
પશ્ર્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આ બ્રિજનું નિર્માણ કાર્યનું કામકાજ સૌથી જટીલ માનવામાં આવી રહ્યું છે તથા તેની લંબાઈ ૯૦ મીટર છે, જ્યારે તેનું વજન પણ લગભગ ૧૦૪૫ મેટ્રિક ટનનું છે. સૌથી પહેલા ગર્ડરનું લોન્ચિંગ કામકાજ પંદરમી જૂન, ૨૦૨૨ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું. પહેલા ગર્ડરને લોન્ચ કરતી વખતે પણ ટ્રેનસેવા પર કોઈ અસર થઈ નહોતી, એમ પશ્ર્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ડિલાઈલ બ્રિજ મુંબઈનો સૌથી મહત્ત્વનો રોડ કમ રેલવે બ્રિજ છે. લોઅર પરેલ સ્થિત વિવિધ કમર્શિયલ, સરકારી કચેરીઓ આવેલી છે, જે મધ્ય અને પશ્ર્ચિમ રેલવેને જોડતો મહત્ત્વનો પણ બ્રિજ માનવામાં આવી રહ્યો છે. અલબત્ત, મધ્ય રેલવેમાં દાદર અને કુર્લા સિવાય ત્રીજી ડાયરેક્ટ કનેક્ટિવિટી માટે કરી રોડથી જવાય છે. કરી રોડથી નજીકમાં લોઅર પરેલ આવે છે. એટલે જેમને કમલા મિલ, હાઈ સ્ટ્રીટ ફિનિક્સ અને પેનિનસ્યુલા જવું હોય તો લોઅર પરેલ મારફત જઈ શકે છે, તેથી આ બ્રિજની કનેક્ટિવિટી પ્રવાસીઓ માટે સૌથી જરૂરી છે. પશ્ર્ચિમ રેલવેના લોઅર પરેલ સ્ટેશને પ્રવાસીઓની એન્ટ્રી-એક્ઝિટ માટે મહત્ત્વનો છે, જ્યાં રેલવેના પ્રવાસીઓની સાથે સ્થાનિક લોકોની અવરજવર માટે વિશેષ ઉપયોગ કરાય છે. એટલું જ નહીં, જ્યારે વાહનચાલકો માટે પણ પૂર્વથી પશ્ર્ચિમની શ્રેષ્ઠ કનેક્વિટી છે, કારણ કે એક અંદાજ પ્રમાણે દર કલાકે ૧,૨૦૦થી વધુ વાહન અવરજવર કરે છે, તેથી આ બ્રિજનું કામકાજ નિર્ધારિત સમયમાં પૂરું થયા પછી લોકોને અવરજવર કરવામાં વધુ રાહત થશે, એમ પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.
છેલ્લા પાંચ દિવસ-રાત બ્રિજના ગર્ડર લોન્ચ કરવાનું કામકાજ ચાલ્યું હતું,જેમાં પંદર રેલવે એન્જિનિયરની સાથે સેંકડો મજૂરોએ ભાગ લીધો હતો. વિવિધ ઉચ્ચ અધિકારી, ૧૦૨ મજૂર અને ઉચ્ચ અધિકારીની આગેવાની હેઠળની વિશેષ ટીમ દ્વારા સંપૂર્ણ કામગીરીને પાર પાડવામાં આવી હતી, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.



Post Views:
49




[ad_2]

Google search engine