[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના વનતારા રિસોર્ટમાંથી ગુમ થયેલી 19 વર્ષીય રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની  હત્યા પ્રકરણે પોલીસે રિસોર્ટના માલિક અને  ઉત્તરાખંડના પૂર્વ મંત્રી અને બીજેપી નેતા વિનોદ આર્યના પુત્ર પુલકીત આર્ય સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તરાખંડના સમાજ કલ્યાણ વિભાગે પુલકિતના મોટા ભાઈ ડૉ. અંકિત આર્યને પછાત વર્ગ આયોગમાં ઉપાધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેના પિતા વિનોદ આર્ય અને ભાઈ ડૉ. અંકિત આર્યને પણ ભાજપમાંથી હાંકી કાઢ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે રિસોર્ટનો માલિક પુલકિત આર્ય અંકિતા પર ગ્રાહકો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.આવું જ કંઈક 18 સપ્ટેમ્બરની રાત્રે થયું હતું. આ બાબતે પુલકિત- અંકિતા વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ પુલકિત, રિસોર્ટના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તા પીડિતાને જબરદસ્તી રાત્રે 8.30 વાગે તેમની સાથે લઈ ગયા હતા. ત્રણેયએ તેને હરિદ્વાર તરફના બેરેજથી દોઢ કિલોમીટર દૂર ચિલા શક્તિ નહેરમાં ધક્કો મારી દીધો હતો.

ઘટનાના બીજા દિવસે ત્રણો આરોપીઓએ અંકિતાના પિતાને અંકિતાના ગુમ થયાની માહિતી આપી હતી. તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રિસોર્ટના કર્મચારીઓએ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અંકિતા ગુમ થયાની રાત્રે ઓપરેટર અને મેનેજર સાથે બહાર ગઈ હતી પરંતુ પાછી આવી ન હતી. પોલીસે પુલકિત, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાની કડકાઇથી પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તેમણે અંકિતાની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

આરોપીઓએ જણાવ્યું કે તેઓ ત્રણેય અંકિતા સાથે બેરેજ પર આવ્યા હતા. તે સમયે અંકિતાએ ધમકી આપવાનું શરૂ કર્યું કે તે બધાને કહી દેશે કે પુલકિત આર્ય તેના પર ગ્રાહકો સાથે શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરે છે. દરમિયાન અંકિતાએ પુલકિતનો મોબાઈલ કેનાલમાં ફેંકી દીધો હતો. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્રણેય શખ્સોએ ગુસ્સામાં અંકિતાને કેનાલમાં ધકેલી દીધી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓ સામે હત્યા અને પુરાવા છુપાવવા, કાવતરું સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન ચિલ્લા નહેરમાંથી અંકિતા ભંડારીનો મૃતદેહ મળી આવ્યો હતો.
દરમિયાનમાં અંકિતાની હત્યાના સમાચાર મળતા જ સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. લોકોએ આરોપીને લઈ જતી જીપને ઘેરી લીધી હતી. કેટલાક લોકોએ જીપના કાચ પણ તોડી નાખ્યા હતા. સાથે જ રિસોર્ટમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તે જ સમયે, બેકાબૂ ટોળાએ એક આરોપીને પણ માર માર્યો હતો. પોલીસ અને પ્રશાસને ભારે જહેમત બાદ સ્થિતિને કાબૂમાં લીધી હતી.
નોંધનીય રીતે  મુજબ પુલકિત આર્ય ઉત્તરાખંડના પૂર્વ મંત્રી અને બીજેપી નેતા વિનોદ આર્યનો પુત્ર છે. ઋષિકેશમાં વનતારા રિસોર્ટ પુલકિત આર્યની માલિકીનું છે. આ ઘટના બાદ રાજ્યના મુખ્ય પ્રધાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગેરકાયદેસર રીતે ચાલતા રિસોર્ટ સામે જરૂરી કાર્યવાહી કરી એને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ધામીના આદેશ બાદ વનતારા રિસોર્ટ પર બુલડોઝર ફરી વળ્યું છે. ધામીએ કહ્યું હતું કે આવા ગુના માટે કડકમાં કડક સજા આપવામાં આવશે.



Post Views:
45




[ad_2]

Google search engine