[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

યુક્રેનની રાજધાની કિવમાં ત્રણ મહિના શાંતિ બાદ સોમવારે વહેલી સવારે ત્રણ વિસ્ફોટોએ શહેરને હચમચાવી નાખ્યું હતું. મધ્ય ભાગમાં ત્રણ મોટા વિસ્ફોટ થયા હતા. યુક્રેનના અન્ય શહેરોમાં પણ વિસ્ફોટના અહેવાલ છે. એક દિવસ પહેલા જ રશિયાના નેતા વ્લાદિમીર પુતિને યુક્રેન પરના ક્રિમિયા પુલ પર થયેલા વિસ્ફોટ માટે યુક્રેનને જવાબદાર ગણાવ્યું હતું. યુક્રેન પર હજુ પણ ભીષણ મિસાઈલ હુમલાની આશંકા છે.

“>

યુક્રેનના મીડિયા રીપોર્ટ પ્રમાણે રશિયાએ કુલ 75 મિસાઈલનો મારો ચલાવ્યો હતો. આ વિસ્ફોટોમાં સેંકડો લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. જો કે હજુ સુધી મૃતકોનો સત્તાવાર આંકડો જાહેર થયો નથી, પરંતુ ભારે નુકસાનની આશંકા છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ઘણા શહેરોની ઈમારતોમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવવા માટે 12 ડ્રોન મોકલ્યા છે.

“>

વિસ્ફોટના બાદ શહેરમાં અનેક એમ્બ્યુલન્સ દોડતી થઇ છે. એક દિવસ અગાઉ રશિયાની રાજધાની મોસ્કોને ક્રિમિયા સાથે જોડતા પુલ પર એક વિસ્ફોટ થયો હતો. પુતિને આ વિસ્ફોટ માટે યુક્રેનને જવાબદાર ગણાવ્યું હતું.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે સોમવારે યુક્રેનના શહેરોને હચમચાવી દેનારા વિસ્ફોટોમાં અનેક લોકો મ્યુત્યું પામ્યા છે અને ઘાયલ થયા છે. તેમણે રશિયા પર આરોપ લગાવ્યો હતો કે રશિયા અમારા દેશને “પૃથ્વી પરથી મિટાવી દેવાનો” પ્રયાસ કરી રહ્યું છે.
યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ જણાવ્યું હતું કે સોમવારે સમગ્ર યુક્રેનમાં રશિયન મિસાઇલ હુમલાઓએ સાબિત બતાવ્યું કે વ્લાદિમીર પુટિન એક આતંકવાદી છે જે મિસાઇલ વડે વાત કરે છે.
આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ શનિવારે દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે પૂર્વી ડોનેત્સ્ક ક્ષેત્રમાં બખ્મુતમાં ભારે યુદ્ધ ચાલી રહ્યું છે.



[ad_2]

Google search engine