[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૯મી ઑક્ટોબર, ૨૦૨૨ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ રાઉન્ડ ધ ક્લોક સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે.
મોઢેરા સોલર પાવર પ્રોજેક્ટ વિશે વાત કરતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડા પ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે. ૨૦૩૦ સુધીમાં ભારતની ૫૦ ટકા ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
ભારત સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે સંકલિત સોલર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને સોલર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ ૬ કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરા ખાતે ‘મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન’ શરૂ કર્યું હતું.
ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે ૧૨ હેક્ટર જમીનની ફાળવણી કરી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બે તબક્કામાં ૫૦-૫૦ ટકાના ધોરણે રૂ. ૮૦.૬૬ કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે, એટલે કે પ્રથમ તબક્કામાં (ફેઝ-૧) રૂ. ૬૯ કરોડ અને બીજા તબક્કામાં (ફેઝ-૨) રૂ. ૧૧.૬૬ કરોડ ખર્ચવામાં આવ્યા છે.
૧ કેવીની ૧૩૦૦થી વધુ રુફટોપ સોલર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન પાવર સપ્લાય કરવામાં આવે છે. સાંજે ઘરોને વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે.
સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને ૩-ડી પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ ૩-ડી પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે.
આ પ્રોજેક્શન સાંજે ૧૫-૧૮ મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે ૬.૦૦થી ૧૦.૦૦ વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. ૩-ડી પ્રોજેક્શન દરરોજ સાંજે ૭:૦૦થી ૭:૩૦ વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.

Google search engine

[ad_2]

Google search engine