[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

૨૯ વિજેતાની પસંદગી, ૧૫૦થી વધુ ખેલૈયાઓએ ભાગ લીધો

‘મુંબઈ સમાચાર’ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવણી નિમિત્તે ચોથી ઑક્ટોબરના મંગળવારે નવરાત્રિના નવમા નોરતાએ ‘મુંબઈ સમાચાર’ની મહાસ્પર્ધા નવરાત્રિનો ફાઈનલ રાઉન્ડ વિલે પાર્લેની સહારા સ્ટાર હોટેલ ખાતે યોજવામાં આવ્યો હતો. મુંબઈનાં નવ સેન્ટરમાંથી પસંદગી પામેલા વિજેતાઓને સાંજે સાત વાગ્યે આયોજનના સ્થળે બોલાવવામાં આવ્યા હતા, પણ ઉત્સાહી ખેલૈયાઓની સાડાછ વાગ્યાથી જ ભીડ થવા લાગી હતી. ફાઈનલ રાઉન્ડની શરૂઆત તેના નિયત સમયે સવાસાત વાગ્યે થઇ હતી. ૪૫ મિનિટના ફાઈનલ રાઉન્ડમાં ખેલૈયાઓ પરંપરાગત ડ્રેસમાં સજ્જ થઈને આવ્યા હતા અને મન મૂકીને ગરબા રમ્યા હતા. મુંબઈ સમાચાર દ્વારા નીમવામાં આવેલા સુપરજજોે સ્પર્ધકો પર બારીક નજર રાખીને કેટેગરી પ્રમાણે તેમની પસંદગી ઉતારી હતી અને ૨૯ વિજેતાને રોકડ વત્તા આકર્ષક ઈનામો અને ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા, જ્યારે અહીંના કાર્યક્રમમાં ૧૫૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સૌ વિજેતાઓ અહીંના કાર્યક્રમમાં ભાગ લઈને આયોજકની સાથે મુંબઈ સમાચારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
‘બૃહદ્ મુંબઈ નવરાત્રિ મહાસ્પર્ધા’નું આ આયોજન જેવીએમ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ડિજિટલ ગ્લોબલ ગરબા (ડીજીજી)ના સહયોગ કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધાના પ્રાયોજક હતા સેજલ ગ્રૂપ અને ગોલ્ડમાઈન પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટ તેમ જ ગીફ્ટ પાર્ટનર્સ ટીના કપિલ કોઠારી, કિંજલ શાહ, શ્રી રથ કેટરર્સ અને ચંદન માઉથ ફ્રેશનર્સ હતા. અહીંના કાર્યક્રમમાં વિજેતા ખૈલેયાઓને બિરદાવવા માટે મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવે આવ્યા હતા અને સૌ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. અહીંના કાર્યક્રમમાં ભાજપના અગ્રણી ભાર્ગવ પટેલની સાથે ‘ગેસ્ટ ઓફ હોનર’ તરીકે કિંજલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાર્દિક વૈદ્યે કર્યું હતું, જ્યારે જાણીતા ગાયક ચેતન ગઢવી, ચાવલા સોઢા, શીતલ મહેતા, સ્વપ્નીલ વૈધકર અને પ્રેરણા દાગાએ પોતાાનો સ્વર આપીને સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. આજની મહાસ્પર્ધાના સુપરજજ બોલીવૂડ કોરિયોગ્રાફર અને ગરબાના પિતામહ અર્ષ તન્ના અને સમીર તન્ના અને સ્પર્ધાના સંયોજક ડિજિટલ ગ્લોબલ ગરબાના સ્થાપક દુષ્યંત સોની, અમિત સોની અને જિતેન્દ્ર મહેતા હતા.
——-
વધુ સચિત્ર અહેવાલ માટે જુઓ આવતીકાલનું ‘મુંબઈ સમાચાર’

Google search engine

[ad_2]

Google search engine