[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રાક્ચર સંબંધિત વિવિધ પેન્ડિંગ પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવા માટે મહારાષ્ટ્રની નવનિયુક્ત સરકાર કમર કસી રહી છે ત્યારે મુંબઈના સૌથી જાણીતા મુંબઈ ટ્રાન્સ હાર્બર સી-લિંક (એમટીએચએલ) પ્રોજેક્ટનું લગભગ ૮૫ ટકા કામકાજ પાર પાડવામાં આવ્યું છે તથા આગામી વર્ષે વાહનોની અવરજવર માટે બ્રિજને ચાલુ કરવામાં આવશે, એમ એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું હતું.

પ્રસ્તાવિત પ્રકલ્પના કામકાજની સમીક્ષા કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સાઈટની મુલાકાત લીધી હતી અને તેમણે કહ્યું હતું કે ટેક્નિકલ રીતે આ પ્રોજેક્ટ સૌથી મોટો ચમત્કાર છે, જ્યારે તેનાથી રાજ્ય સરકારને પરોક્ષ રીતે આર્થિક પ્રોત્સાહન મળશે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

મુંબઈ ટ્રાન્સ હાર્બર સી-લિંક પ્રોજેક્ટને સીવરી ન્હાવા શેવા તરીકે ઓળખવામાં આવે છે, જે ૨૨ કિલોમીટરનો પ્રોજેક્ટ છે તથા તેનું કામકાજ લગભગ ૮૫ ટકા પૂરું થયું છે, જ્યારે ૨૦૨૩માં બ્રિજને વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે. હાલમાં દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ વચ્ચે ૧૨૦ મિનિટ એટલે બે કલાક લાગે છે, પરંતુ બ્રિજ ચાલુ કરવામાં આવ્યા પછી તેમાં પંદરથી ૨૦ મિનિટનો ઘટાડો થશે. આ ઉપરાંત, વાહનોના પ્રદૂષણમાં ઘટાડો થશે. વાહનોના પ્રદૂષણમાં લગભગ ૨૬,૦૦૦ ટન ઉત્સર્જનમાં પણ ઘડાડો થશે, એમ એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું હતું.



Post Views:
188




[ad_2]

Google search engine