[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

પંચ તરફથી મહાવિતરણને પ્રસ્તાવ આપવાનો આદેશ

મુંબઈ: મોંઘવારીનો માર સહન કરતા મુંબઈગરાને માથે વધુ એક ભાર સહન કરવાનો વારો આવવાનો છે. રાજ્યમાં વીજળીમાં ભાવવધારા માટે મહાવિતરણે રાજ્ય વીજ નિયમન પંચની સાથે ચર્ચા કરી હોવાની વાત જાણવા મળી છે. પંચે આ અંગે મહાવિતરણને પ્રસ્તાવ આપવાનો આદેશ આપ્યો હોવાનું પણ સંભળાય છે. જો પ્રસ્તાવ મંજૂર થઇ જશે તો આગામી સમયમાં મુંબઈગરાને માથે વીજવધારાની તલવાર તોળાઇ રહી છે.
રાજ્ય વીજ નિયમન પંચે મહાવિતરણને વીજવધારા સંદર્ભે એક પ્રસ્તાવ આપવાનું જણાવ્યું છે. સંબંધિત પ્રસ્તાવ આપ્યા બાદ દરવધારા અંગે નિર્ણય લેવામાં આવશે. કોરોના લોકડાઉનના સમયમાં મહાવિતરણને મોટું નુકસાન થયું હતું. એ જ સમયમાં પેન્ડિંગ બિલો પણ વધી ગયાં હતાં. એ પેન્ડિંગ બિલો હજી સુધી વસૂલ થયાં નથી. લેણાં નીકળતી રકમ રૂ. સિત્તેર હજાર કરોડ પર પહોંચી ગઇ હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
હવે લેણાંની વસૂલાત કરવામાં અસફળતા મળી હોવાને કારણે તેનો બોજો ગ્રાહકો પર બેસે એવી શક્યતા છે. જે ગ્રાહકોનાં લેણાં બાકી છે એમાં સરકારનો પણ સમાવેશ છે. પાણીપુરવઠા અને સ્ટ્રીટલાઈટનાં લેણાં પણ સરકારે હજી સુધી આપ્યાં નથી અને આ રકમ રૂ. ૨૪ કરોડની હોવાનું જાણવા મળ્યું હતું.
—–
વીજમાગનો ગ્રાફ ઊંચે ચડ્યો: ઉનાળા બાદ પહેલી વાર માગ વધી
વાતાવરણમાં સતત બદલાવ થઇ રહ્યો છે અને ઔદ્યોગિક ક્ષેત્રો પણ ધમધમતાં થઇ ગયાં હોવાથી વીજમાગનો ગ્રાફ ગુરુવારે સૌથી અધિક ૩૪૦૦ મેગાવોટ પર પહોંચ્યો હતો. ઉનાળા બાદ પહેલી વાર વીજમાગ આ સ્તરે પહોંચી હતી.
આર્થિક રાજધાની મુંબઈની સૌથી વીજમાગ આ વખતે ઉનાળામાં ૩૮૦૦ મેગાવોટ જેટલી હતી. ત્યાર બાદ જુલાઈ મહિનામાં આ માગણી ૨૫૦૦ મેગાવોટ પર આવી ગઇ હતી. સપ્ટેમ્બરમાં વાતાવરણ ઊંચું-નીચું રહ્યું હોવાને કારણે ૨૮૦૦ મેગાવોટની માગ હતી.
ઓક્ટોબરમાં પણ વાતાવરણમાં મોટો ફેરફાર થતો હોવાને કારણે વીજમાગ ૩૧૦૦ મેગાવોટ હતી, પણ ગુરુવારે વીજમાગમાં અચાનક વધારો નોંધાયો હતો, જે આ ચાર મહિના દરમિયાન સૌથી ઊંચી માગ હતી.

The post મુંબઈગરાને નજીકના સમયમાં જ લાગશે વીજદર વધારાનો આંચકો appeared first on બોમ્બે સમાચાર.

[ad_2]

Google search engine