[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દક્ષિણ મુંબઈના ભૂલેશ્ર્વર વિસ્તારમાં ધોળેદહાડે આંગડિયાના ઘરમાંથી એક કરોડની રોકડ ચોરાઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વી. પી. રોડ પોલીસે આ પ્રકરણે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની શોધ આદરી હતી.
વી. પી. રોડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કિશોર શિંદેએ જણાવ્યું હતું કે ભૂલેશ્ર્વરમાં માર્કેટ નજીક ભોઇવાડા ગલીમાંની ઇમારતના ત્રીજા માળે રહેતા આંગડિયા કેતન પટેલના ઘરમાં શનિવારે બપોરના ચોરી થઇ હતી. ડુપ્લિકેટ ચાવીની મદદથી ઘરમાં ઘૂસીને અજાણ્યા શખસોએ રૂ. એક કરોડ ચોર્યા હતા.
કેતન પટેલ એ સમયે પોતાની ઓફિસમાં હતો. તે ઘરે પાછો ફર્યા બાદ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. આથી તેણે વી. પી. રોડ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં શકમંદો કેદ થયા હતા. જોકે તેમણે માસ્ક પહેર્યું હોવાથી તેમના ચહેરા ઢંકાઇ ગયા હતા. પોલીસે આ પ્રકરણે અમુક લોકોની પૂછપરછ કરી હોઇ ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની શક્યતા પોલીસ તપાસી રહી છે.



Post Views:
30




[ad_2]

Google search engine