[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

કેરળના કન્યાકુમારીથી નીકળેલી કોંગ્રેસની ભારત જોડો પદયાત્રા કર્ણાટકમાં પહોંચી છે. આ યાત્રા દરમિયાન કર્ણાટકના ચિત્રદુર્ગામાં રાહુલ ગાંધીએ પાણીની 80 ફૂટ ઉંચી પાણીની ટાંકી પર ચઢીને તિરંગો લહેરાવ્યો હતો. આ સમયે તેમની સાથે પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પણ હાજર હતા. જનતાને સંબોધતા રાહુલે કહ્યું કે કન્નડ ભાષાનું સન્માન કરવું જોઈએ.
રાહુલ ગાંધી ચિત્રદુર્ગમાં એક જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે પાણીની ટાંકી પર કોગ્રેસ પાર્ટીનું બેનર અને ઝંડા લાગેલા જોયા. ત્યારબાદ તેઓ પાણીની ટાંકી પર ચઢવા લાગ્યા. આ પછી ઘણા કાર્યકરો પણ તેમની પાછળ આવ્યા. રાહુલ ગાંધીએ ટાંકી પર ચઢી પર રાષ્ટ્રીય ત્રિરંગો ફરકાવ્યો હતો.

“>

કન્નડ ભાષાને લઈને ઉઠેલા વિવાદ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસને લાગે છે કે તેઓ કર્ણાટકના ઈતિહાસ પર હુમલો કરી શકે છે. પરંતુ જો કોઈ આવું કરશે તો તેમને કોંગ્રેસ પાર્ટીના પૂરા જોરનો સામનો કરવો પડશે. ભાજપ કન્નડને સેકન્ડરી ભાષા સમજે છે. તેનું સન્માન કરવા માંગતા નથી, પરંતુ કોંગ્રેસ માટે આ ભાષા પણ પ્રાથમિક છે. જો કર્ણાટકના લોકો કન્નડ બોલવા માંગતા હોય, કેરળના લોકો મલયાલમ બોલવા માંગતા હોય અને તમિલનાડુના લોકો તમિલ બોલવા માંગતા હોય તો તેમને સ્વતંત્રતા હોવી જોઈએ.
ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી નીકળી હતી. હાલ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં પહોંચી ગયો છે. ગુરુવારે તેનો 36મો દિવસ હતો. રાહુલ ગાંધીની આગેવાનીમાં આ યાત્રા 12 રાજ્યોનો પ્રવાસ કરીને કાશ્મીર પહોંચશે. અત્યાર આ યાત્રાએ 925 કિમીનો પ્રવાસ પૂર્ણ કર્યો છે.



[ad_2]

Google search engine