[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

ટી-૨૦ વર્લ્ડ કપ: દેશવાસીઓની દિવાળી સુધરી

વિજય: ઑસ્ટ્રેલિયામાં રમાતી ટી-૨૦ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં મેલબર્ન ખાતે પાકિસ્તાન સામેની મૅચમાં ભારતના ઝળહળાટભર્યા વિજય સાથે દેશવાસીઓમાં આનંદ અને ઉત્સાહનો સંચાર થયો હતો. એ ભવ્ય વિજયમાં મુખ્ય ફાળો આપનારી વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની જોડી. ( પીટીઆઈ)
———
મૅલબર્ન: અહીં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડ કપની ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી રસાકસીભરી મૅચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે પરાજય આપ્યો હતો.
૧૬૦ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી ભારતની ટીમે વિરાટ કોહલી (૫૩ બૉલમાં અણનમ ૮૨), હાર્દિક પંડ્યા (૪૦), રોહિત શર્મા (૦૪), અક્ષર પટેલ (૦૨), દિનેશ કાર્તિક (૦૧) અને રવીચંદ્રન અશ્ર્વિનના અણનમ એક રનની મદદથી ૨૦ ઑવરમાં ૧૬૦ રન બનાવી લેતાં ભારતનો ચાર વિકેટે વિજય થયો હતો.
વિરાટ કોહલીએ ૫૩ બૉલમાં અણનમ ૮૨ રન બનાવી ભારતને એકલેહાથે વિજય અપાવ્યો હતો.
આ દિલધડક મૅચમાં ભારતે મૅચના છેલ્લા બૉલે વિજય મેળવ્યો હતો. એક તબક્કે ભારતની ટીમે ૩૧ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી એવા સમયે કોહલી અને હાર્દિક પંડ્યાએ ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૧૩ રન નોંધાવ્યા હતા અને ભારતને વિજયની દિશામાં દોરી ગયા હતા. ભારતે સાત રને પહેલી, ૧૦ રને બીજી, ૨૬ રને ત્રીજી, ૩૧ રને ચોથી, ૧૪૪ રને પાંચમી અને ૧૫૮ રનના સ્કૉર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાન વતી શાહિન શાહ આફ્રિદી ચાર ઑવરમાં ૩૪ રન આપી એક પણ વિકેટ ઝડપી નહોતો શક્યા. નસીમ શાહે ચાર ઑવરમાં ૨૩ રન આપી એક વિકેટ ઝડપી હતી તો હૅરિસ રઉફે ચાર ઑવરમાં ૩૬ રન આપી બે વિકેટ ઝડપી હતી. શાદાબ ખાન ચાર ઑવરમાં ૨૧ રન આપી એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. મોહમ્મદ નવાઝ ચાર ઑવરમાં ૪૨ રન આપી બે વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. અગાઉ, પ્રથમ બૅટિંગમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમે ઈફ્તિખાર અહમદ (૫૧), મોહમ્મદ રિઝવાન (૦૪), બાબર આઝમ (શૂન્ય), શાદાબ ખાન (૦૫), હૈદરઅલી (૦૨), મોહમ્મદ નવાઝ (૦૯), આસિફ અલી (૦૨), શાહિન શાહ (૧૬), હૅરિસ રઉફ (અણનમ ૦૬) અને શાહ મસૂદના અણનમ બાવન રનની મદદથી નિર્ધારિત ૨૦ ઑવરમાં આઠ વિકેટને ભોગે ૧૫૯ રન બનાવ્યા હતા. એક તબક્કે પાકિસ્તાનની ટીમ ચાર ઑવરમાં બે વિકેટે માત્ર ૧૫ રન બનાવીને ઝઝુમી રહી હતી.
પાકિસ્તાનની ટીમે એક રને પહેલી, ૧૫ રને બીજી, ૯૧ રને ત્રીજી, ૯૬ રને ચોથી, ૯૮ રને પાંચમી, ૧૧૫ રને છઠ્ઠી, ૧૨૦ રને સાતમી અને ૧૫૧ રનના સ્કૉર પર નવમી વિકેટ ગુમાવી હતી. ભારત વતી ભુવનેશ્ર્વરકુમારે ચાર ઑવરમાં બાવીસ રનમાં એક. પ્રથમ જ વર્લ્ડ કપ રમી રહેલા અર્શદીપસિંહે ચાર ઑવરમાં ૩૨ રનમાં ત્રણ, મોહમ્મદ સમીએ ચાર ઑવરમાં પચીસ રનમાં એક અને હાર્દિક પંડ્યાએ ચાર ઑવરમાં ૩૦ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્ર્વિન અને અક્ષર પટેલને એક પણ વિકેટ નહોતી મળી. (એજન્સી)

[ad_2]

Google search engine