[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિર્માતા એકતા કપૂર પર તેની વેબ સિરીઝ ‘XXX’માં “વાંધાજનક કન્ટેન્ટ”ને લઈને આકરી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે તે આ દેશની યુવા પેઢીના મનને પ્રદૂષિત કરી રહી છે.
એક્તા કપૂરના ઓટીટી પ્લેટફોર્મ ALTBalaji પર પ્રસારિત વેબ સિરીઝમાં સૈનિકોનું કથિત રૂપે અપમાન કરવા અને તેમના પરિવારોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ જારી કરાયેલ ધરપકડના વોરંટને પડકારતી અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી.
કપૂર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી કે પટના હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી છે, પરંતુ આ મામલો ટૂંક સમયમાં સુનાવણી માટે સૂચિબદ્ધ થશે તેવી કોઈ આશા નથી. અને તેમના અસીલ એક્તા કપૂરની વેબસિરીઝ સબસ્ક્રિપ્શન આધારિત છે અને આ દેશમાં બધાને (શું જોવું, શું નહીં જોવું) પસંદગીની સ્વતંત્રતા છે.
ન્યાયમૂર્તિ જસ્ટિસ અજય રસ્તોગી અને સીટી રવિકુમારની ખંડપીઠે મુકુલ રસ્તોગીની દલીલને ફગાવતા જણાવ્યું હતું કે, OTT (ઓવર ધ ટોપ) સામગ્રી બધા માટે ઉપલબ્ધ છે. તમે (એક્તા કપૂર) લોકોને કેવા પ્રકારની પસંદગી આપી રહ્યા છો?….ઉલટું તમે યુવાનોના મનને પ્રદૂષિત કરી રહ્યા છો. આ અંગે કંઇક કરવું જ પડશે. આવી રેઢિયાળ પિટિશન કરી અદાલતનો સમય બર્બાદ કરવા બદલ એક્તા કપૂરને દંડ થવો જોઇએ
કોર્ટે મુકુલ રોહતગીને તેમના ક્લાયન્ટ એક્તા કપૂરને એ વાત જણાવવા કહ્યું હતું કે તેઓ સારા વકીલોની સેવા ભાડે લઇ શકે છે, પણ કોર્ટ એવા લોકો માટે કામ કરે છે જેમની પાસે અવાજ નથી… જો આ લોકો જેમની પાસે તમામ પ્રકારની સુવિધાઓ છે, જો તેઓ જલદી ન્યાય નહી મળે એમ સમજીને સુપ્રીમ કોર્ટમાં દોડતા આવે તો તેમણે સામાન્ય માણસની સ્થિતિનો વિચાર કરવો જોઇએ. અમે પટના કોર્ટનો આદેશ જોયો છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
બિહારના બેગુસરાયની એક કોર્ટે 28 સપ્ટેમ્બરે એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. તેમની વેબ સિરીઝ ‘XXX’ (સીઝન-2)માં સૈનિકોનું અપમાન કરવા અને તેમના પરિવારના સભ્યોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા. પૂર્વ સૈનિક અને બેગુસરાયના રહેવાસી શંભુ કુમારની ફરિયાદના આધારે આ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. કોર્ટે બંનેને સમન્સ જારી કર્યા હતા પરંતુ તેઓ કોર્ટ સમક્ષ હાજર થયા ન હતા અને જાણ કરી હતી કે શોના અમુક દ્રશ્યો વાંધો ઉઠાવ્યા બાદ દૂર કરવામાં આવ્યા હતા. જેના પગલે વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે ‘XXX’ માં સૈનિકની પત્ની સાથે સંબંધિત અનેક વાંધાજનક દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી પેન્ડિંગ રાખી હતી અને હાઇ કોર્ટમાં ચાલી રહેલી આ કેસની સુનાવણીની સ્થિતિ જાણવા માટે સ્થાનિક વકીલને રોકવાનું સૂચન કર્યું હતું.

[ad_2]

Google search engine