[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

મુંબઈના બાંદ્રા વરલી સી લિંક પર બુધવારે સર્જાયેલા ભયંક અકસ્માતમાં પાંચ જણે જીવ ગુમાવ્યા હતાં. બીજી બાજુ, બાંદ્રા વર્લી સી લિંક પર વાહન ચાલકો માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે, જેથી કોઇ દુર્ઘટનાથી બચી શકાય. નોંધનીય છે કે સી લિંક બ્રિજ એ એરપોર્ટ અને પશ્ચિમ વિસ્તારોથી શહેરમાં જવાનો ટ્રાન્ઝિટ શોર્ટકટ છે. આ બ્રિજ પર વાહન રોકવાની કે ગતિ ધીમી કરવાની મંજૂરી નથી. જો આવું કરવામાં આવે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. નિયમોના ભંગ કરવા બદલ એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે. બાંદ્રા વરલી સી લિંક અને ઈસ્ટર્ન ફ્રી વે પર સ્પીડ લિમિટ ૮૦ કિમી પ્રતિ કલાક છે.
બ્રિજ પર ઓવર સ્પીડ વાહનો પર નજર રાખવા માટે કેમેરા સેટ બેસાડેલા છે, જે ઓવર સ્પીડ વાહનોને કેપ્ચર કરે છે અને તેના દ્વારા દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત આ બ્રિજ પર ટુ વ્હીલરને મંજૂરી આપવામાં આવી નથી. બાંદ્રા વરલી સી લિંક પરથી પસાર થવા માટે ટોલ ટેક્સ ભરવો પડે છે. કારની સિંગલ જર્ની માટે 85 રૂપિયા અને રિટર્ન જર્નીના 127.5 રૂપિયા આપવા પડે છે. ટેમ્પો અને એસએલવી વ્હીકલ માટે 130 અને 195 રૂપિયા જ્યારે ટ્રક અને બસ માટે 175 અને 262.5 રૂપિયા ટેક્સ વસૂલ કરવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે બાંદ્રા વરલી સી લિંક પર દરરોજ 50,000થી વધુ વાહન પસાર થાય છે.

Google search engine

[ad_2]

Google search engine