[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

સુરત પાસે ફિલ્મી વાર્તાની ઢબે લુંટનો બનાવ બન્યો છે. ડિંડોલીથી ચલથાણ તરફ જઈ રહેલા કેનાલ હાઈવ પર સુરતના કાપડના વેપારી લૂંટનો શિકાર બન્યા હતા. મોપેડ પર આવેલા બે અજાણ્યા શખ્સો વેપારીની કારના કાચ પર કીચડ ફેંકી નજર ચૂકવી 55 લાખ રૂપિયાની બેગ લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા એસપી, ડીસીપી, ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
દિવાળીનો તહેવાર નજીક આવતો હોવાથી હિસાબ ક્લીયર કરવા મોટા પ્રમાણમાં રોકડાની હેરફેર થતી હોય છે ત્યારે ગઠીયાઓ આ મોકાનો લાભ લઈને મોટી લુંટને અંજામ અપાતા હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યાનના કાપડનો વેપાર કરતા વેપારી લૂંટનો શિકાર બન્યા હતા. યાનના કાપડનો વેપારી તેના અન્ય બે મિત્રો સાથે રૂપિયા 55 લાખ લઇને ધંધાકીય કામ માટે બ્લેક કલરની સ્કોર્પિઓ કાર લઇ કડોદરા તરફ જઈ રહ્યા હતા. ડિંડોલી ચલથાણ કેનાલ હાઈવે પર ડિંડોલીથી ત્રણ કિલોમીટર દૂર પહોંચતા એની પાછળ બે અજાણ્યા શખ્સોએ મોપેડ પર આવીને તેમની કારના કાચ પર કાદવ ફેંક્યો હતો. જેને લઇને કારને સાઈડમાં ઉભી રાખવી પડી હતી. દરમિયાન બંને અજાણ્યા શખ્સોએ કારમાં રહેલી રૂપિયા 55 લાખની બેગ નજર ચૂકવી ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.
આ લુંટ અંગેની જાણ તુરંત જ પોલીસને કરાતા તાત્કાલીક ડિંડોલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ડિંડોલી પોલીસ સહિત એસપી, ડીસીપી ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધી લુંટારાઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

[ad_2]

Google search engine