[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા

માણસ પાસે ગમ્મે તેટલો ધનવૈભવ હોય, રાજા-મહારાજા જેવી સંપત્તિ હોય પણ જો તે બીમાર હોય, કશું ખાઈ-પી શકતો ન હોય, પથારીમાંથી ઊઠી શકતો ન હોય તો તેની સંપત્તિ તેમ જ વૈભવનો શો અર્થ?? પંચગવ્યના માનવશરીર પર થતા ફાયદા વિશેની આ લેખમાળામાં છેલ્લાં બે અઠવાડિયાથી આપણે ગૌમૂત્રથી થતા લાભ વિશે જાણકારી મેળવીએ છીએ. દુનિયાભરના ચિકિત્સકો અને વૈજ્ઞાનિકો પણ જેમાં રસ લઈ રહ્યા છે તે ગૌમૂત્ર ચિકિત્સા પદ્ધતિના અનેક લાભ છે જેના વિશે આજે થોડી વધુ માહિતી મેળવીએ.
* ડાયાબિટીસ, હાર્ટ એટેક અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓને ડોક્ટરો ખાંડ, મીઠું, ઘી વગેરે ખોરાક લેવાની ના પાડે છે. તેના કારણે જીવનનો આનંદ, ઉત્સાહ, ઉમંગ બધું જ ખલાસ થઈ જાય છે. જીવન બોજારૂપ લાગે છે.
સતત મૃત્યુના વિચારો આવે છે. બીજાની તંદુરસ્તી અને સુખ જોઈને ઈર્ષા થાય છે. વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો આ પ્રકારના રોગોથી પીડાતા હોય છે.
ગૌમૂત્રનું સેવન કરનારાઓને તેવો સમય આવતો નથી.
* માણસ જો રોજ અથવા અઠવાડિયામાં એક-બે વખત પણ ગૌમૂત્રનું સેવન કરે
તો તે બીમાર પડતો નથી. તેનામાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગમ્મે
તેવો રોગચાળો ફેલાયો હોય તો પણ તે
વ્યક્તિ તેનો ભોગ બનતી નથી તેનો આપણે છેલ્લાં બે વર્ષમાં કોરોનાકાળમાં અનુભવ
કર્યો છે.
ગૌમૂત્ર વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે તે સમસ્ત ગૌશાળાના ગૌપાલકોના સ્વાસ્થ્ય દ્વારા સાબિત થઈ ગયું છે. ગૌમૂત્ર નિરામય જીવનનું વરદાન છે.
* ગૌમાતા સ્વયં એક યજ્ઞકુંડ છે. આપણે તેમને જે આહારરૂપી આહુતિ આપીએ છીએ તે અમૃત તુલ્ય દૂધ, સંજીવની સ્વરૂપ ગૌમૂત્ર તેમ જ પરમ પવિત્ર જંતુનાશક ગોબરના સ્વરૂપમાં આપણને પાછું આપી પૃથ્વી પરના સમગ્ર જીવજગતના આરોગ્યની રક્ષા કરી પૃથ્વીના પર્યાવરણને શુદ્ધ અને પવિત્ર કરી આપણું મંગલ અને કલ્યાણ કરે છે. એટલા માટે જ “ઉંળમળજ્ઞ રુમ઼શ્ર્ન્રૂ પળટફ એટલે કે ગાય સમગ્ર વિશ્ર્વની માતા છે. આપણે ગૌમાતાને જેટલું આપીએ છીએ તેના કરતાં તે અનેક ગણું વધારે કરીને આપણને પાછું આપે છે.
આપણે ગૌમાતાને જિવાડતા નથી, તે આપણને જિવાડે છે તે સત્ય છે. પૃથ્વી પરની સમગ્ર માનવજાત, પશુપક્ષીઓ, જીવજંતુઓ, વનસ્પતિ, પર્યાવરણ બધાનો આધાર
ગૌમાતા છે તેમાં સંશયને સ્થાન નથી. તે પૃથ્વીના વધતા જતા તાપમાનને અંકુશમાં રાખે છે.
* ગૌમૂત્ર ચિકિત્સા પદ્ધતિ વિશ્ર્વની સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કરતાં પણ ગૌમૂત્ર ચિકિત્સા (પંચગવ્ય) પદ્ધતિ પ્રાચીન છે.
* વિશ્ર્વમાં આજે લગભગ ૧૦૦ કરતાં પણ વધારે ચિકિત્સા પદ્ધતિઓ રોગો મટાડવા માટે અસ્તિત્વમાં છે. એમાં સૌથી પ્રચલિત પદ્ધતિ એલોપેથી છે, પણ આ પદ્ધતિ રોગોને દબાવી કાબૂમાં રાખે છે. દર્દશામક ગોળીઓ કે ઇન્જેક્શનો દ્વારા દર્દને તાત્કાલિક દબાવી રાહત આપે છે, પણ તે કોઈ પણ રોગને જડમૂળમાંથી નાબૂદ કરતી નથી.
એલોપથીના એકપણ ડોક્ટરે ડાયાબિટીસ કે બ્લડપ્રેશરના એકપણ દર્દીને કાયમ માટે સાજો કર્યો હોય તેવો દાવો કર્યો હોય તેવું મારા ધ્યાનમાં નથી. જ્યારે પંચગવ્ય અને ગૌમૂત્ર ચિકિત્સા પદ્ધતિથી આવાં અનેક દર્દોને કાયમ માટે મટાડવાનાં અનેક ઉદાહરણો જોવા મળે છે,
* વિશ્ર્વની બધી જ ચિકિત્સા પદ્ધતિઓમાં ગૌમૂત્ર ચિકિત્સા પદ્ધતિ સૌથી ત્વરિત પરિણામ આપે છે. તે સૌથી સસ્તી, સહજ પ્રાપ્ય અને તદ્દન નિર્દોષ ઔષધી છે.
વિશ્ર્વની લગભગ બધી જ ઔષધીઓમાં દરેક રોગ માટે અલગ અલગ દવાઓ આપવામાં આવે છે. જ્યારે ગૌમૂત્ર એક એવું ઔષધ છે જે લગભગ ૧૦૮ જેટલા રોગોને મટાડે છે.
* શુદ્ધ હવા, પાણી અને પ્રકાશ (સવારનો તડકો) માનવ જીવનના રક્ષણ, પોષણ અને વિકાસ માટે આવશ્યક છે, તે જ પ્રમાણે ગૌમૂત્ર પણ અત્યંત કારગર અને ગુણકારી સાથે આવશ્યક છે. તે સંપૂર્ણ નૈસર્ગિક એટલે કે કુદરતી ઔષધી છે. ઉ

[ad_2]

Google search engine