[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

મુંબઇ: અભિનેતા શરદ કેલકરની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘હર હર મહાદેવ’નું શાનદાર ટ્રેલર આજે મેકર્સ દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે. ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત અને અભિજિત દેશપાંડે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શરદ કેલકરે છત્રપતિ શિવાજી મહારાજના સેનાપતિ બાજી પ્રભુ દેશપાંડેનું પાત્ર નિભાવ્યું છે, જે શિવાજી મહારાજનાં સ્વરાજ્યના સપનાંને સાકાર કરવા માગે છે. ટ્રેલરમાં ફિલ્મનાં તમામ કલાકારોએ તેમના પાત્રમાં ખૂબ જ દમદાર અભિનયનો પરિચય આપ્યો છે, જે જોવામાં ખૂબ જ શાનદાર અને જોશથી ભરી દેનારુ લાગે છે.
શરદની આ ફિલ્મમાં સુબોધ ભાવે શિવાજી મહારાજની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ અમૃતા ખાનવિલકર અને સાયલી સંજીવ મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે ‘હર હર મહાદેવ’ ભલે મૂળ મરાઠીમાં છે પણ આ એક પહેલી મરાઠી ફિલ્મ પણ છે જે હિન્દી, તમિલ, તેલુગુ અને ક્ન્નડ ભાષામાં એક સાથે રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ ૨૫ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

[ad_2]

Google search engine