[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુલાયમ સિંહ યાદવ પંચતત્વમાં વિલિન થયા છે. તેમના અંતિમ દર્શન માટે સૈફઈમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. મુલાયમ સિંહ યાદવનું નિધન સોમવારે સવારે હરિયાણાની ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. મંગળવારે બપોરે તેમના ગામ સૈફઈમાં રાજકિય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતાં.

મુલાયમ સિંહ યાદવનો પાર્થિવ દેહ સૈફઈના મેલા ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, તેલંગણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવ, યુપીના નાયબ મુખ્ય પ્રધાન કેશવ મોર્ય, બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ, જેડીયુ નેતા કે. સી. ત્યાગી, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત, આઝમ ખાન, પ્રિયંકા ગાંધી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતાં.
અંતિમ સંસ્કારની વિધિ અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિંપલ યાદવે કરી હતી. અખિલેશે તેના પિતાના પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી.
સપા સાંસદ જયા બચ્ચના દીકરા અભિષેક બચ્ચન સાથે સૈફઈ પહોંચીને મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી અને ભીની આંખોએ નેતાજીને વિદાઈ આપી હતી.

[ad_2]

Google search engine