[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપના મિશન 45 અંતર્ગત મહારાષ્ટ્રના પુણે અને બારામતીના પ્રવાસે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બારામતી એ એનસીપી પ્રમુખ શરદ પવાર અને તેમના પરિવારનો ગઢ છે ત્યારે નિર્મલા સીતારમણ કેન્દ્ર સરકારની વિવિધ વિકાસ યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે કે નહીંએ અંગે સમીક્ષા કરી રહી છે. આ અભિયાન અંતર્ગત તેમણે સાસવડના ભાજપ નેતાઓની બેઠક પણ થઈ હતી. ત્યાબાદ ભાજપ કાર્યકર્તાઓ અને નેતાઓએ તેમની સાથે વારંવાર ફોટો પડાવવાનો આગ્રહ કર્યો હતો, જેને કારણે તેમને ગુસ્સો આવી ગયો હતો.
ભાજપ પદાધિકારીઓ સાથે બેઠક પૂરી થયા બાદ નિર્મલા સિતારમણ બહાર આવ્યા ત્યારે પક્ષના એક નેતાએ તેના પરિવાર સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભાજપ નેતાએ જણાવ્યું હતું કે, મેડમ મારો પૂરો પરિવાર આપથી મુલાકાત કરવા માટે સવારથી અહીં હાજર છે. આટલું જણાવ્યા બાદ નેતાએ તેમની સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી જે બાદ નિર્મલા સિતારમણનો પારો આસમાને પહોંચ્યો હતો. કહેવાઈ રહ્યું છે કે આ એ જ પદાધિકારી છે જેમના ઘરે બેઠક થઈ હતી.
ઘટના બાદ પાર્ટીના પદાધિકારીએ જણાવ્યું હતું કે, મારા પિતા ઘણા સમયથી ભાજપ માટે કામ કરી રહ્યા હોવાથી તેમને ફોટો પડાવવા વિનંતી કરી હતી. વારંવાર કરવામાં આવેલી આ અપીલને કારણે નિર્મલા સિતારમણ ભડકી ગયા હતાં અને તાત્કાલિક પુણેના સાસવડ જિલ્લાથી બારામતી તરફ નીકળી ગયાં હત



Post Views:
183




[ad_2]

Google search engine