[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

આજના બાળકો મોબાઈલ ફોન પર કલાકો સુધી વ્યસ્ત રહે છે. મોબાઈલની રોશની બાળકની નાજુક આંખો માટે હાનિકારક હોય છે. આંખોની એક્સરસાઈઝની સાથે સરળ ઘરેલુ નુસખાઓની મદદથી તમે તમારા બાળકના આંખોના નંબર દૂર કરીને તેમની આંખોને હેલ્ધી પણ બનાવી શકો છો. તો આંખોની રોશનની સલામત રાખવા માંગતા હો તો આ ટિપ્સને જરૂર ફોલો કરો.

માખણ, દૂધ
કેલ્શિયમ અને વિટામિન એની કમી દૂર કરવા માટે માખણ અને દૂધને બાળકના આહારમાં સામેલ કરો. આ સિવાય એક કપ દૂધમાં 1/4 નાની ચમચી માખણ, જેઠીમધનો પાવડર અને એક ચમચી મધ મિક્સ કરીને બાળકને પીવડાવો. રોજ તેનું સેવન કરવાથી લાભ થશે. બાળકને એલચીવાળું દૂધ પીવાની આદત પાડો. આ દૂધ બાળક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી આંખો સ્વસ્થ રહે છે. વરિયાળી, સાકર, બદામને મિક્સ કરીને એક ગ્લાસ દૂધમાં પીવાથી ફાયદો થાય છે. આંખોની રોશની વધે છે.

ગાજર
ગાજર પણ આંખો માટે હિતકારી છે બાળકને ગાજર ખવડાવો. જો બાળક ગાજર ખાવામાં આનાકાની કરે તો તેને ગાજરનું જ્યુસ આપો, ગાજરમાં રહેલું વિટામીન ‘એ’ આંખો માટે ફાયદાકારક છે તેનાથી આંખોની રોશની વધે છે.
નારંગી
નારંગીમાં વિટામિન A પણ સારા પ્રમાણમાં હોય છે. તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. નારંગી ખાવાથી કેલ્શિયમની ઉણપ પણ પૂરી થાય છે.

પપૈયા
પપૈયામાં વિટામીન એ અને વિટામિન સી મળી આવે છે. વિટામીન A ની ઉણપને પૂરી કરવા માટે તમારે પપૈયાને પણ આહારમાં સામેલ કરવું જોઈએ.
આ ઉપરાંત કોળુ અને તેના બીજ, જરદાળુ પણ આંખો માટે આરોગ્યપ્રદ છે. કોળામાં વિટામિન એ જોવા મળે છે, જે આંખોને સ્વસ્થ બનાવે છે.

આ સાથે સંતુલિત આહાર લેવો પણ જરૂરી છે. શારીરિક કમજોરી ઓછી કરવા માટે હેલ્ધી ફૂડ લેવું જરૂરી છે. શાકભાજી. વિટામિન એ યુક્ત આહાર, પપૈયા, સંતરા, પાલક, કોથમીર, બટાટા વગેરેને ડાઈટમાં સામેલ કરો. જેનાથી આંખોના વિઝનમાં સુધારો થાય છે.

[ad_2]

Google search engine