[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

ડ્રગ્સ જપ્ત: તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ) અને આતંકવાદવિરોધી ટુકડીએ શનિવારે ગુજરાતના કચ્છ જિલ્લાસ્થિત અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બૉટમાંથી રૂ. ૩૬૦ કરોડના મૂલ્યનું હેરોઈન જપ્ત કર્યું
હતું. (એજન્સી)
——
મુંબઇ: ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ નવી મુંબઇના ન્હાવા શેવા બંદર ખાતેથી રૂપિયા ૫૦૨ કરોડનું કોકેન જપ્ત કર્યું હતું. ફળોના ક્ધટેનરમાં આ કેફી પદાર્થો છુપાવીને લવાયા હતા.
આ ઉચ્ચ સ્તરનું કોકેન ૧ કિલોની ઇંટોના રૂપમાં દક્ષિણ આફ્રિકાથી આયાત કરવામાં આવેલા ગ્રીન એપલ્સના બૉક્સમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું.
અગાઉ જે નામે આયાતકર્તાએ દક્ષિણ આફ્રિકાથી વાશી ખાતે સંતરાના બૉક્સમાં છુપાવીને ડ્રગ્સ આણ્યું હતું અને જેની ધરપકડ કરાઇ હતી તેના જ નામે આ કોકેન પણ આવી પહોંચ્યું હતું. કુલ ૫૦ ઇંટો પકડાઇ હતી જેનું કુલ વજન ૫૦.૨૩ કિલોગ્રામ હતું.અગાઉ ન્હાવા શેવા બંદરેથી થોડા દિવસો પહેલાં જેઠીમધમાં છુપાવેલું કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું.ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના મુંબઈ ઝોનલ યુનિટે છેલ્લાં દસ દિવસ દરમિયાન ૧૯૮ કિલોગ્રામ મેથામ્ફેટામાઇન, નવ કિલોગ્રામ કોકેન, ૧૬ કિલોગ્રામ હેરાઇન જપ્ત કર્યું હતું.
———
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: આંતરરાષ્ટીય ડ્રગ માફિયાઓ દ્વારા દેશમાં મોટા પ્રમાણમાં કેફી પદાર્થો ઘુસાડવા માટે સીમાવર્તી કચ્છના સમુદ્રકાંઠાનો ઉપયોગ છેલ્લા લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે, ત્યારે પાકિસ્તાનના સંભવત: કરાચીથી ગુજરાતના દરિયાકાંઠે મોકલાયેલી એક બોટમાં મોટી કિંમતનું ડ્રગ આવી રહ્યું હોવાની મળેલી પૂર્વ બાતમીના આધારે ગુજરાતના ત્રાસવાદવિરોધી દળ (એટીએસ) તેમ જ કોસ્ટગાર્ડે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં કચ્છની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી પાકિસ્તાની બોટમાં આવેલા છ ઘૂસણખોરોને ઝડપી લીધા બાદ બોટની તલાશી દરમ્યાન તેમાંથી અંદાજિત ૩૬૦ કરોડના ૫૦ કિલો જેટલા હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગે ગુજરાત એટીએસના ડીવાયએસપી કે. કે. પટેલે જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્શન બોર્ડની ટીમે ઇનપુટ મળ્યા બાદ જખૌ નજીકની ઇન્ટરનેશનલ મેરિટાઇમ બોર્ડરને સીલ કરી દીધી હતી અને વ્યૂહાત્મક રીતે ઇન્ટરસેપ્ટર વર્ગનાં બે જહાજોને પેટ્રોલિંગ માટે તૈનાત કર્યાં હતાં. મધ્યરાત્રિ દરમિયાન, બાતમી અનુસારની એક પાકિસ્તાની બોટ જખૌથી ૪૦ નોટિકલ દૂર ભારતીય જળસીમામાં પ્રવેશી હતી. સંદિગ્ધ બોટને આંતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પાકિસ્તાની બોટે અંધારાનો લાભ લઇ ભાગવાનું શરૂ કર્યું હતું. જોકે, બંને જહાજોએ પાકિસ્તાની બોટને અટકાવી, રોકવાની ફરજ પાડી હતી. પકડાયેલી બોટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન પાંચ બારદાનની કોથળીઓમાં છુપાવેલું ૫૦ કિલો હિરોઈન મળી આવ્યું હતું જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.૩૬૦ કરોડ હોવાનો અંદાજ છે.
બોટમાં રહેલા છ પાકિસ્તાનીઓ ઇબ્રાહીમ યુસુફ, (કરાચી), શેર મહમ્મદ (કરાંચી),ઝાહીદ અબ્દુલ્લા (સિંધ), મોતિયા ઇદ્રીસ, (સિંધ), મમતાજ હારુન, (કરાંચી), અલી મોહમ્મદ, (કરાંચી)ને પકડી લેવાયા હતા.
ચિંતાની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ ભારતમાં કાશ્મીર અને પંજાબની સરહદનો ડ્રગ ઘુસાડવા ઉપયોગ કરતા હતા, પણ કાશ્મીર અને પંજાબમાં બદલેલી સ્થિતિની બદલે ત્યાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવાતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ ભારતમાં કેફી દ્રવ્યો ઘુસાડવા ગુજરાતના સાગરકાંઠાનો રસ્તો પકડ્યો છે.
છેલ્લા ત્રણથી પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતમાંથી અબજો રૂપિયાનાં કેફી દ્રવ્યો ઝડપાયાં છે.
જાણકારોના જણાવ્યા મુજબ આજથી છ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૬થી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ ભારતમાં કેફી દ્રવ્યો ઘુસાડવા ગુજરાતના સાગરકાંઠાનો ઉપયોગ ફરી વધાર્યો હોવાનું ચિંતાજનક ચિત્ર ઊભું થવા પામ્યું છે. શ્રીલંકન કોકેઈન, બલુચી હેરોઇન પણ કચ્છમાંથી આ અગાઉ ઝડપાઇ ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે માત્ર એક વર્ષના સમયગાળામાં કચ્છની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેના અરબી સમુદ્રમાંથી કરોડોની કિંમતના નશીલા પદાર્થ સાથે પાકિસ્તાની બોટ અને પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયાની આ છઠ્ઠી ઘટના છે.
આ પૂર્વે રૂ. ૫૬૦૦ કરોડના ડ્રગના જથ્થા સાથે ૯ પાકિસ્તાનીઓ સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઈ ચૂક્યા છે.
હાલ ઝડપાયેલી બોટમાં આવેલા ૬ જેટલા પાકિસ્તાની ઘૂસણખોરોને લઇ, તપાસ એજન્સી કચ્છના જખૌ બંદર ખાતે પહોંચવા રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે. તમામની પૂછપરછ બાદ વધુ વિગતો બહાર આવશે તેમ તપાસકર્તાએ જણાવી. તાજેતરમાં વધી ગયેલા ઘૂસણખોરીના બનાવોને ધ્યાને લઇ કચ્છના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાનું તેમણે ઉમેર્યું હતું.

Google search engine

[ad_2]

Google search engine