[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

ગ્રીન ફટાકડા કેવા હોય છે? કેમ ગ્રીન ફટાકડા ફોડવા જોઇએ

દિવાળીના સમયે ગ્રીન ફટાકડા ફરી એકવાર ચર્ચામાં છે. શું ખરેખર પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે? તેની બનાવટ સામાન્ય ફટાકડા કરતા કેટલી અલગ છે? આ બધા જ સવાલોના જવાબ તેમને અહીં મળી જશે.

મુંબઇ: ચંદીગઢ જિલ્લા પ્રશાસને દિવાળીના દિવસે રાત્રે આઠથી દસ વાગ્યા સુધી ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ફટાકડા ન ફોડવાની વિનંતી કરવામાં આવી હતી. ગ્રીન ફટાકડાની ચર્ચા પહેલીવાર ૨૦૧૮માં શરૂ થઈ હતી, જ્યારે સુપ્રીમ કોર્ટે ફટાકડાના વેચાણને નકારતી વખતે કેટલીક શરતો લાદી હતી. આ સાથે જ ગ્રીન ફટાકડા ફોડવા અને તેનું વેચાણ કરી શકાય એવો આદેશ આપવામાં આવ્યો હતો. હવે સવાલ એ ઊભો થાય છે કે શું ગ્રીન ફટાકડા ખરેખર પ્રદૂષણમુક્ત છે, તે પર્યાવરણ માટે કેટલા અનુકુળ છે? તેનો આકાર અને બનાવટ સામાન્ય ફટાકડા કરતાં કેટલા અલગ છે? ચાલો જાણીએ એના વિશેની રસપ્રદ વાતો

નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (નીરી) દ્વારા ગ્રીન ફટાકડા વિકસાવવામાં આવ્યા છે. જે અવાજ અને પ્રકાશ ફેલાવવામાં સામાન્ય પરંપરાગત ફટાકડા જેવા જ છે, પરંતુ તેઓ ઓછું પ્રદૂષણ ફેલાવે છે.

નીરીની સત્તાવાર વેબસાઈટ અનુસાર આ ફટાકડાઓમાં એવા કાચા માલનો ઉપયોગ કરવામાં આવે છે, જે પીએમ કણ અને હાનિકારક વાયુઓનો વધારો કરતા નથી. તે અન્ય સામાન્ય ફટાકડા કરતાં ઓછું પ્રદૂષણ કરે છે. નીરીના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સાધના રાયલુ એવું કહે છે કે એવું બિલકુલ નથી કે ગ્રીન ફટાકડાથી પ્રદૂષણ ફેલાશે જ નહીં, પરંતુ ગ્રીન ફટાકડા પરંપરાગત ફટાકડા કરતાં પાચાસ ટકા ઓછા હાનિકારક ગેસનું ઉત્સર્જન કરે છે.

તેને બનાવવા માટે એલ્યુમિનિયમ, બેરિયમ, પોટેશિયમ નાઈટ્રેટ અને કાર્બન જેવા પ્રદૂષિત રસાયણોની ખૂબ જ મર્યાદિત માત્રાનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી પ્રદૂષણ ઘટાડી શકાય. તેની તૈયારી માટેની માર્ગદર્શિકા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ દ્વારા નક્કી કરવામાં આવી છે. જે પણ કંપનીઓ ગ્રીન ફટાકડા બનાવશે એમણે એ તે ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.

ગ્રીન ફટાકડા માટે સામાન્ય રીતે ચાર શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે

પ્રથમ શ્રેણી: ગ્રીન ફટાકડાનો એક પ્રકાર એવો છે જેમાં ફટાકડા સળગ્યા બાદ તે પાણીના કણો ઉત્પન્ન કરે છે. જેના કારણે સલ્ફર અને નાઇટ્રોજનના કણો ઓગળી જાય છે, જે મનુષ્ય માટે હાનિકારક છે.

બીજી શ્રેણી: ગ્રીન ફટાકડાનો આ એક એવો પ્રકાર છે જે સલ્ફર અને નાઈટ્રોજનના કણોને ઓછું ઉત્પાદિત કરે છે. આ ફટાકડાઓમાં એક ખાસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જે આવા કણોની માત્રા ઘટાડવાનું કામ કરે છે. આ શ્રેણીના ફટાકડાને સ્ટાર ફટાકડા પણ કહેવામાં આવે છે.

ત્રીજી શ્રેણી: આ એવા ગ્રીન ફટાકડા છે જેની બનાવટમાં સામાન્ય ફટાકડા કરતાં સાઠ ટકા ઓછું એલ્યુમિનિયમ વાપરવામાં આવે છે. તે ‘સફલ ક્રેકર’ તરીકે પણ ઓળખાય છે.

ચોથી શ્રેણી: આ શ્રેણીમાં એવા ફટાકડાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને ફોડવામાં આવે ત્યારે તેમાંથી સુગંધ ફેલાય છે. આ ગ્રીન ફટાકડા ‘એરોમા ક્રેકર્સ’ તરીકે પણ ઓળખાય છે.

[ad_2]

Google search engine