[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

થાણે રાસ રંગ ૨૦૨૨ના આયોજક
જીતુભાઈ મહેતાના ડાઈનેમિક સાથીઓ
પીઆરઓ વર્ક : હરેશ અવલાણી
ઓફિસ મેનેજમેન્ટ : સુમીત ગુડકા
ફોટોગ્રાફી : જીનલ સ્ટુડિયો ભાવિક
મહેમાનગતિ : શ્રીરથ કેટરર્સના મિતેષ પલાણ
પૂજા-પ્રસાદ : પ્રશાંત મહારાજ
ઈવેન્ટ : ગોલ્ડન ચેરિયેટ સમીર સોની ટીમ
ઓનલાઈન બુકિંગ : કુસુમ શર્મા
———
મોડેલા મિલ કંપાઉન્ડમાં થાણે રાસ રંગના ગ્રાઉન્ડના ભવ્ય મંદિરમાં આયોજક જીતુ મહેતા પાસે પ્રશાંત મહારાજ વિધિપૂર્વક પૂજા કરાવતા ગરબામાં દીવાબત્તી કર્યા બાદ જય અંબે જય અંબે માની આરતી ભાવપૂર્વક થયા બાદ સ્ટેજ પરથી એન્કર ગિરીશ શર્મા પોતાની આગવી શૈલીમાં દરરોજ થાણે રાસ રંગના આયોજક-સ્પોન્સર તથા નૈતિક નાગડા અને સાથી ગાયકો ઉમેશ બારોટ, અંબર દેસાઈ, કૌશા પંડ્યા, દિવ્યા જોશીને સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપ્યા બાદ નૈતિક નાગડા ઢોલ પર દાંડી પીટે તેના તાલમાં તેના સાજિંદા તાલ મિલાવે અને નવરાત્રિ પટાંગણમાં રંગ-બેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ રોજ નવા નવા સ્ટેપ સાથે નવરાત્રિનો આનંદ અને અંબે માની ભક્તિમાં ઝૂમી ઊઠે. નવરાત્રિના પ્રથમ દિવસથી અંદાજિત ૧૨,૦૦૦થી ૧૫,૦૦૦ ખેલૈયા ટાઈટ સિકયુરિટી વચ્ચે ઉત્સાહથી નવરાત્રિ ઉત્સવ ઊજવતા હતા. દશેરાના દિવસે થાણે રાસ રંગ ૨૦૨૨ના કોમ્પિટિશનના દરરોજના વિજેતાઓનો ફાઈનલ રાઉન્ડમાં ફાઈનલ રાઉન્ડના જજ જય ઠક્કર-સીમરન આહુજા અને મમતા સોલંકીએ ખૂબ જહેમત ઉઠાવ્યા બાદ ફાઈનલ વિજેતા સિલેક્ટ કર્યા હતા. દરેકને મેગા ઈનામ આપવામાં આવ્યા બાદ નવરાત્રિનું શાનદાર સમાપન થયું હતું.
ડોંબિવલી રાસ રંગ ૨૦૨૨નું શાનદાર સમાપન
બૃહદ મુંબઈમાં નવરાત્રિનું મેગા આયોજન ગુજરાતીઓ કરતા હતા. રાજકારણીઓ નવરાત્રિથી દૂર રહેતા હતા ત્યારે ૨૦૧૭થી શિંદે પરિવાર દ્વારા થાણે અને ડોંબિવલીમાં મેગા આયોજન કરવામાં આવી રહ્યું છે અને બંને આયોજન સફળ રહ્યાં ત્યારે ડોંબિવલીના મુખ્ય આયોજક સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેસાહેબે દશેરાના દિવસે નવરાત્રિ આયોજનમાં સહકાર આપનાર દરેકનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિના દરેક તહેવાર જેમ કે ગોવિંદા, ગણપતિ, નવરાત્રિ આદિની ઉજવણીમાં તેઓ સદાય સક્રિય રહેશે અને ૨૦૨૩માં બીટ્સ-૧૬ તથા આ જ ગાયકો દ્વારા આનાથી ચડિયાતી નવરાત્રિ આયોજન કરવામાં આવશે…

Google search engine

[ad_2]

Google search engine