[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત થઇ ગઇ છે. બેન એસ. બર્નાન્કે, ડગ્લાસ ડબ્લ્યુ. ડાયમંડ અને ફિલિપ એચ. ડાયબવિગને “બેંક અને નાણાકીય કટોકટી પર સંશોધન માટે” અર્થશાસ્ત્રમાં 2022 નો નોબેલ પુરસ્કાર મળ્યો છે.

નોંધનીય છે કે સર આલ્ફ્રેડ નોબેલે 1895માં નોબેલ પુરસ્કાર માટેની જે શ્રેણીઓ નક્કી કરી હતી, તેમાં અર્થશાસ્ત્રના વિષયનો નોબેલ પુરસ્કાર નહોતો. તેને આલ્ફ્રેડ નોબેલની યાદમાં અર્થશાસ્ત્રમાં સ્વેરીજેસ રિક્સબેંક (સ્વીડનની સેન્ટ્રલ બેંક) દ્વારા આપવામાં આવતો પુરસ્કાર કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર 1969થી શરૂ કરવામાં આવ્યો હતો. જોકે, નોબેલ સમિતિ તેને પ્રોત્સાહન આપે છે અને તેની વેબસાઇટ પર તેની યાદી આપે છે.

નોબેલ પુરસ્કારોમાં 10 મિલિયન સ્વીડિશ ક્રોનર (લગભગ $900,000)નો રોકડ પુરસ્કાર હોય છે, જેને 10 ડિસેમ્બરે આપવામાં આવશે.

પુરસ્કારની જાહેરાત કરતા નોબેલ સમિતિએ કહ્યું કે આ અમેરિકન અર્થશાસ્ત્રીઓને બેંકો અને નાણાકીય કટોકટી અંગેના તેમના કામ માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો છે. 2021માં પણ ત્રણ લોકોને અર્થશાસ્ત્ર માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે ડેવિડ કાર્ડ, જોશુઆ એંગ્રીસ્ટ અને ગાઈડો ઈમ્બેન્સને તેમના કામ માટે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

[ad_2]

Google search engine