[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

[responsivevoice_button voice=”Hindi Female”]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

સુપ્રીમ કોર્ટે તાજમહેલના ૨૨ બંધ ઓરડા ખોલવાની માંગ કરતી અરજીને ફગાવી દેતાં તાજમહલ વિવાદને ચગાવવાની મથામણ પર હાલ પૂરતું પૂર્ણવિરામ મૂકાઈ ગયેલું લાગે છે. અરજદારે તાજમહેલના કહેવાતા વાસ્તવિક ઇતિહાસનો અભ્યાસ કરવા અને તાજમહેલ હિંદુ મંદિર તોડીને બનાવાયું છે એ પ્રકારના વિવાદને શાંત કરવા માટે ફેક્ટ-ફાઇન્ડિંગ સમિતિની રચના કરવાની માંગ કરી હતી.
આ અરજીમાં માગણી કરાઈ હતી કે. તાજમહેલમાં અત્યાર સુધી બંધ રખાયેલા ૨૨ રૂમને ખોલવાની મંજૂરી આપવામાં આવે કે જેથી જાણી શકાય કે, તાજમહલની અંદર કોઈ દેવી-દેવતાની મૂર્તિ કે શિલાલેખ છે કે નહીં. તાજમહેલના આ ૨૨ રૂમ ઘણા દાયકાઓથી બંધ છે તેથી તેમાં દેવ-દેવીઓની મૂર્તિઓ હોઈ શકે છે. અરજીમાં એવો દાવો પણ કરાયો હતો કે, કેટલાક ઈતિહાસકારોના મતે મુખ્ય સમાધિ અને ચમેલીના માળની નીચેના બંધ ૨૨ રૂમમાં હિંદુ ધર્મસ્થાનના પુરાવા હોઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે આ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશનને એમ કહીને ફગાવી દીધી છે કે, આ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશનને બદલે પબ્લિસિટી ઈન્ટરેસ્ટ લિટિગેશન વધારે લાગે છે. આ પહેલા અલ્હાબાદ હાઈ કોર્ટની લખનઊ બેન્ચે આ અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે , અરજદારે જઈને ઈતિહાસનો અભ્યાસ કરવો જોઈએ અને પછી આ પ્રકારની અરજીઓ કરવી જોઈએ. રૂમ ખોલવાની માંગણી માટે નક્કર આધાર અને ઐતિહાસિક સંશોધનની જરૂર છે. આ અરજી કોઈપણ પ્રકારના સંશોધન વિના કરાઈ હોવાથી તેને સ્વીકારી શકાય તેમ નથી.
સુપ્રીમ કોર્ટે પણ એવો જ મત વ્યક્ત કરતાં કહ્યું કે, હાઈ કોર્ટે યોગ્ય નિર્ણય લીધો છે અને આ અરજી જાહેર હિતને બદલે પ્રસિદ્ધિ માટે દાખલ કરવામાં આવી હોવાનું જણાય છે. અલ્હાબાદ હાઈ કોર્ટની લખનઊ બેંચે અરજીને ફગાવી પછી અરજદારો માટે સુપ્રીમ કોર્ટે છેલ્લી આશા હતી. હવે સુપ્રીમ કોર્ટે પણ અરજીને ફગાવી દીધી છે તેથી હાલ પૂરતો આ વિવાદ પતી ગયો છે. ભવિષ્યમાં નવું તિકડમ ઊભું થાય અને ફરી કોઈ અરજી કરે ને સુપ્રીમ કોર્ટ તેને માન્ય રાખે તો એ અલગ વાત છે, બાકી આ વિવાદનો ધ એન્ડ આવી ગયો છે.
તાજમહલને હિંદુ ધર્મસ્થાન સાબિત કરવાનાં ફાંફાં લાંબા સમયથી ચાલે છે ને તેના પ્રણેતા ભાજપના નેતા છે. આ મુદ્દો લાંબા સમયથી હાજે છે પણ યોગી આદિત્યનાથ સરકારે આગ્રાનું નામ બદલીને અગ્રબન કરવાનો નિર્ણય લીધો પછી તાજ મહલનો વિવાદ નવેસરથી શરૂ થયો છે.
વરસોથી ઘણા હિંદુવાદી નેતા માને છે કે, તાજમહલ શિવમંદિર તોડીને બનાવાયું છે. આગ્રાનું નામ બદલવાનો ઉપાડો જગત પ્રસાદ ગર્ગ નામના નેતાએ લીધેલો, ગર્ગ તો એવું માનતા હતા કે, તાજમહલ પહેલાં તેજો મહાલય નામે શિવમંદિર હતું ને આ શિવમંદિર તોડીને શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહલ માટે કબર બનાવેલી કે જે તાજમહલ તરીકે જાણીતી થઈ.
મૂળ બજરંગ દળના ને પછી ભાજપમાં આવેલા વિનય કટિયારે તો એક ડગલું આગળ વધીને પલિતો ચાંપ્યો હતો કે, તાજમહલ મૂળ તો શિવમહાલય નામે હિંદુઓનું મંદિર હતું પણ મોગલોએ તેને તોડીને તાજમહલ બનાવી દીધો તેથી તાજમહલ તોડી પાડી ત્યાં ફરીથી મંદિર બનાવી દેવું જોઈએ. કટિયારના કહેવા પ્રમાણે જે જગાએ શિવલિંગ ઉભું હતું ત્યાં જ મકબરો બનાવાયો છે ને તાજમહલમાં હિંદુ મંદિરનાં બધાં લક્ષણો છે જ.
આ બધં જોતાં આજે નહીં તો કાલે તાજમહલનો મુદ્દો ગરમ થવાનો જ હતો. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે લીધેલો નિર્ણય યોગ્ય છે ને દેશના હિતમાં છે કેમ કે આ દેશને ધર્મસ્થાનને લગતા નવા વિવાદની કોઈ જરૂર જ નથી. આપણે ત્યાં લાંબા સમયથી મુસ્લિમ આક્રમણખોરોએ હિંદુ ધર્મસ્થાનોને તોડીને બનાવેલી મસ્જિદો ફરી હિંદુઓને સોંપવાના મુદ્દા ગાજી રહ્યા છે ને કહેવાતા હિંદુવાદીઓ મેદાનમાં આવી જ ગયેલા છે.
ઘણા બધા કિસ્સામાં કાનૂની લડત પણ શરૂ થઈ ગઈ છે. કાશીનું વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, મથુરાનું કૃષ્ણ જન્મભૂમિ મંદિર, આગ્રાનો તાજમહલ, દિલ્હીનો કુતુબ મિનાર અને ભોપાલની ભોજશાળા એ પાંચ મોટાં ધર્મસ્થાનો હિંદુઓને સોંપવાની માગણી સાથે હિંદુવાદીઓ કોર્ટમાં પહોંચ્યા છે ને કોર્ટ તેમને સાંભળી પણ રહી છે. બલ્કે તેમના અભિપ્રાયને મહત્ત્વ પણ આપી રહી છે. આ માહોલમાં તાજમહેલ અંગેના દાવાને સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યો હોત તો નવી બબાલ ઊભી થઈ હોત. સુપ્રીમ કોર્ટે એવું ના થવા દીધું એ સારું કર્યું.
તાજમહલનો કિસ્સો તો અલગ છે પણ બીજા કેસોમાં પણ આવું જ વલણ અપનાવાય એ જરૂરી છે કેનમ કે આ દેશને ધર્મસ્થાનોને લગતા વિવાદોની જરૂર નથી પણ વિકાસ માટેનાં કાર્યોની જરૂર છે. કમનસીબે અદાલતો પણઆ વાત ભૂલીને વર્તી રહી છે. ૧૯૯૧માં કેન્દ્રની નરસિંહરાવ સરકારે દેશનાં તમામ ધાર્મિક સ્થળોને લગતા વિવાદોમાં યથાસ્થિતિ જાળવી રાખવા માટે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, ૧૯૯૧ બનાવ્યો હતો.
આ કાયદા હેઠળ ધર્મસ્થાનોને લગતા તમામ વિવાદો ઊભા થાય એ પહેલાં જ તેના પર પૂર્ણવિરામ મૂકી શકાય એમ છે પણ અદાલતો રાજકીય દબાણ હેઠળ વર્તી રહી હોવાથી આ કાયદાને કોરાણે મૂકી દેવાયો છે. મથુરાના વિવાદમાં કોર્ટે કહ્યું જ છે કે, આ કાયદો અહીં લાગુ ના પડે કેમ કે આ કાયદો બન્યો તેના બહુ પહેલાં આ વિવાદ શરૂ થઈ ગયો હતો. તાજમહલના કેસમાં એવું વલણ નથી અપનાવાયું એ સારી વાત છે.
આ પ્રકારના વિવાદોનો બીજો ઉકેલ હિંદુવાદીઓ અને મુસ્લિમો પણ સમજદારી બતાવે એ છે. ભારતમાં આક્રમણ કરનારા મુસ્લિમ શાસકોએ અનેકગણાં મંદિરો તોડીને મસ્જિદો બનાવી હતી તેમાં બેમત નથી. માત્ર મંદિરો જ નહીં પણ બૌધ્ધ અને જૈન ધર્મનાં ધર્મસ્થાનો તોડ્યાં હોવાના ઐતિહાસિક પુરાવા પણ ઉપલબ્ધ છે જ. પુરાત્વિય રીતે પણ આ વાત સાબિત થયેલી છે.
અત્યારે હિંદુવાદીઓ મુસ્લિમ આક્રમણખોરોની જેમ મસ્જિદો તોડીને મંદિરો બનાવવાની વાત કરે એ યોગ્ય નથી પણ સામે મુસ્લિમોએ પણ થોડીક સમજદારી બતાવવી જોઈએ. સંઘર્ષના બદલે સમાધાનનો રસ્તો શોધવા પ્રયત્ન કરવો જોઈએ અને તેને માટે સંવાદ કરવો જોઈએ.

Google search engine

[ad_2]

Google search engine