[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





ગુજરાતી ફિલ્મ છેલ્લો શો (Chhello Show) ની ઓસ્કરમાં નોમિનેટ થઈ હોવાની સત્તાવાર માહિતી ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આપી છે. આ ફિલ્મ દેશભરમાં 14મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. રોબર્ટ ડીનીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે લાસ્ટ ફિલ્મ શો (ચેલો શો)નું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું અને વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધા પુરસ્કારો જીત્યા હતા. સ્પેનના 66મા વૅલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક પુરસ્કાર સાથે આ ફિલ્મએ તેના થિએટર રન દરમિયાન વ્યવસાયિક સફળતા પણ મેળવી હતી.
સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર હવે રજૂ થશે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે.
દિગ્દર્શક પાન નલિનની આ ફિલ્મ ડિજિટલ ક્રાંતિની વાત કરે છે. સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ચિતતા બંનેથી લડીને, તે “ફિલ્મ શો” માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે.



Post Views:
314




[ad_2]

Google search engine