[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





LRD ભરતીનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે મહિલા-પુરુષ ઉમેદવારો ગાંધીનગરમાં અંદોલન કરી રહ્યા છે. ઉમેદવારો છેલ્લા 16 દિવસથી સચિવાલયના ગેટ બહાર ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે. પણ સરકાર આંખ આડા કાન કરીને બેથી હોય એમ તેમના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી. ઉમેદવારોએ સરકારને 20 તારીખનું અલ્ટીમેટમ આપ્યું હતું. આજે LRD ઉમેદવાર મહિલાઓ ખુલ્લા વાળ સાથે વિરોધ પ્રદર્શન કરવા આવી હતી. મહલાઓ જાહેરમાં સામૂહિક મુંડન કરાવવાની તૈયારીઓ કરી રહી હતી તે પહેલાં જ તેમની અટકાયત કરાઇ છે. આ દરમિયાન આંદોલનકારીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું
નોંધનીય છે કે વર્ષ 2018-19માં LRD ભરતી પ્રક્રિયા કરાઈ હતી. આ ભરતીમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે આ પહેલા મહિલા અને પુરુષ ઉમેદવારો દ્વારા આંદોલન કરાયું હતું. ઉપવાસ પર બેઠેલા પુરુષ ઉમેદવારોને ખુદ ગૃહ રાજ્યપ્રધાને પારણા કરાવ્યા હતા અને તેમની માંગ પૂરી કરવા ખાતરી આપી હતી.
ગત 16 જૂલાઇ 2022ના રોજ ગૃહ રાજ્યપ્રધાનેએ જાહેરાત કરી હતી કે મહિલાઓ અને પુરુષો માટે 2439 જગ્યાઓ ખાલી પડી છે. તેમા નોકરી અપાવવાની બાહેધરી આપી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. માત્ર 101 મહિલાઓ અને 118 પુરુષોની ઓફલાઇન નિમણૂંક કરી બાકીના ઉમેદવારને પડતા મૂકી દીધા છે. છેલ્લા 16 દિવસથી મહિલા ઉમેદવારો વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે, પરંતુ સરકારના પેટનુ પાણી હલતુ નથી.



Post Views:
75




[ad_2]

Google search engine