[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





નો બૉલ, રન આઉટના કાયદા બદલાયા

દુબઇ: બૉલને પૉલિશ કરવા થૂંંક લગાવવા, બૅટ્સમેન કેચ આઉટ થયા પછી નવા બૅટ્સમેને તેની જગ્યા બૅટિંગ સ્થાન પર જ લેવા, નવા આવનાર બૅટ્સમેને બે મિનિટમાં જ બૅટિંગ કરવા તૈયાર રહેવા (ટેસ્ટ અને વન-ડેમાં બે મિનિટ, ટી-૨૦માં નેવું સેક્ધડ) વિગેરે ફેરફારો કરવામાં આવ્યા છે. નિયમોમાં ફેરફાર કરવાની આઇસીસી ક્રિકેટ કમિટીની ભલામણોને ચીફ એક્ઝિકયુટીવ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. નવા નિયમો પહેલી ઑક્ટોબરથી અમલમાં આવશે. બૉલિંગ છેડા પરનો બૅટ્સમેન જો આગળ ધસી જાય તો તેને વિવાદ વગર રનઆઉટ કરી શકાશે. બૅટ્સમેનની બૅટ અથવા શરીરનો હિસ્સો પિચ પર રહેવો જોઇએ અને જો તેને બૉલ ફટકારવા બહાર જવું પડે તો અમ્પાયર ડેડ બૉલ જાહેર કરી શકશે. બૉલ એવી જગ્યાએ નાખવામાં આવે અને બૅટરને પિચ છોડવી પડે તો ‘નો બૉલ’ જાહેર કરવામાં આવશે. બૉલર બૉલ નાખવા દોડવાનું શરૂ કરે તે પછી કોઇ હિલચાલ કરાય તો બૅટિંગ ટીમને અમ્પાયર પાંચ પેનલ્ટી રન આપશે અને બૉલને ડેડ બૉલ ગણવામાં આવશે. બૅટ્સમેન ડિલિવરી અગાઉ વિકેટ પર આગળ વધે તો બૉલર તેને રન આઉટ કરી નહીં શકે અને આવા પ્રયત્નને ડેડ ‘બૉલ’ ગણવામાં આવશે.
ટી-૨૦માં ધીમી ઓવર રેટ કરનારી ૩૦ યાર્ડના સર્કલની બહાર એક ફિલ્ડર ઓછો ઊભો રાખવાની પેનલ્ટી કરવામાં આવે છે. આ નિયમ હવેથી વન-ડેમાં પણ લાગુ પાડવામાં આવશે. આ નિયમ ૨૦૨૩ આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ પૂર્ણ થયા પછી અમલમાં આવશે.
બૅટર જયારે કેચ આઉટ થાય છે તે પછી સામેના બૅટરને ક્રોસ કરે કે નહીં તેના પર નવા બૅટરની પોઝિશન નક્કી થતી હતી. આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને નવા બૅટરને આઉટ થયેલા બૅટરના સ્થાને એટલે કે બૅટિંગ કરવા સજજ થવું પડશે.
બૉલ પર થૂંક લગાવવા અંગે આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું કે છેલ્લાં બે વર્ષથી કોવિડ-૧૯ના પગલે બૉલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે હવે કાયમી કરવામાં આવ્યો છે.



Post Views:
85




[ad_2]

Google search engine